Modi government to raise Rs 600 crore by selling land: Digvijay Singh
Aastha Magazine
Modi government to raise Rs 600 crore by selling land: Digvijay Singh
રાષ્ટ્રીય

જમીન વેચીને મોદી સરકાર ભેગા કરશે 600 કરોડ : દિગ્વિજય સિંહ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ટ્રાન્સમિશન લાઇન, ટેલિકોમ ટાવર, ગેસ પાઇપલાઇન, એરપોર્ટ, PSU સહિત સરકારી કંપનીઓની ઘણી સંપત્તિઓને વેચવા કે લીઝ પર આપવાની તૈયારી કરી દીધી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ઘણી સાર્વજનિક ક્ષેત્રના PSUના લગભગ 600 કરોડ રૂપિયાના ભૂખંડોને વેચવાની યોજના બનાવી રહી છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ અનુસાર, સરકાર આ કામ પોતાના નવા ઓનલાઇન બિડિંગ પ્લેટફોર્મ દ્વારા કરશે. કેન્દ્ર સરકાર બેકાર પડેલી સંપત્તિઓને વેચીને પૈસા ભેગા કરવા માગે છે. આ કામ નાણા મંત્રાલયના રોકાણ અને સાર્વજનિક સંપત્તિ પ્રબંધન વિભાગ દ્વારા કરવામાં આવશે. આને એવી રીતે જ કરવામાં આવશે જેમ નીતિ આયોગે કરોડો રૂપિયાની સંપત્તિના મોનેટાઇઝેશનનું કામ કર્યું છે.

રિપોર્ટ અનુસાર, દીપમ ટૂંક સમયમાં BSNL, BEML, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિત અન્ય PSUની જમીન વેચવા માટે અંતિમ મંજૂરી લેવા જઇ રહી છે. સરકારી સંસ્થા MSTC દ્વારા વિકસિત ઈ-બિડિંગ પ્લેટફોર્મ દ્વારા સંપત્તિનું આ પહેલું વેચાણ થશે. ખાનગીકરણ અને દેશમાં વધી રહેલી મોંઘવારીને લઇ વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાનો સાધી રહ્યું છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ગુરુવારે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ભાજપા સૂટ-બૂટવાળાઓની સરકાર છે. તેમની તમામ નીતિઓ કારોબારી ઘરાનાઓથી લેવામાં આવેલી છે.

દિગ્વિજય સિંહે પ્રધાનમંત્રી મોદી પર નિશાનો સાધતા કહ્યું કે, પૂર્વજોની જમા કરેલી સંપત્તિને બચાવવાનું કામ લાયક દીકરો કરે છે. નાલાયક દીકરો તેને વેચે છે. જે ભાજપા કરી રહી છે. તેમણે કહ્યું, નરેન્દ્ર મોદી દેશના સારા વડાપ્રધાન કઇ રીતે છે, તે દેશની સંપત્તિને વેચવાનું કામ કરી રહ્યા છે. તે એ નાલાયક દીકરા જેવા છે જે પોતાના પૂર્વજોની સંપત્તિ વેચી દે છે. શું નાગરિકોએ આના માટે તેમને સરકારમાં મોકલ્યા હતા.

દિગ્વિજય સિંહે કહ્યું કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સંપત્તિને ખાનગી હાથોમાં સોંપવાનું જે કામ કરી રહી છે, કોંગ્રેસ તેનો વિરોધ કરશે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Modi government to raise Rs 600 crore by selling land: Digvijay Singh

Related posts

પ્રદૂષણને કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરાઈ

aasthamagazine

વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેંચાયું

aasthamagazine

લોન લેનારાઓને મોટો ઝાટકો, RBI એ રેપો રેટમાં કર્યો 25 બેસિસ પોઈન્ટનો વધારો

aasthamagazine

બિપિન રાવતના નિધન બાદ આ નામ પર વાગી શકે છે આગામી CDS તરીકેની મહોર

aasthamagazine

નવા વાહન માટે પણ જૂના નંબરનો ઉપયોગ કરી શકાશે

aasthamagazine

તાલીબાનો અને સંઘ પરિવાર સરખા : જાવેદ અખ્તર

aasthamagazine

Leave a Comment