



રાજકોટમાં બૂટલેગરના દારુ છૂપાવવાની રીત જોઈને પોલીસ પણ માથુ ખંજવાડવા લાગી હતી. પોલીસે પાણીના ટાંકામાં રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારીની બોટલો પકડી પાડી હતી. અને એક વ્યક્તિની પણ દબોચી લીધો હતો. રાજકોટ શહેરના આજી વસાહત, ખોડીયારપરા શેરી નં.-7, આજી જી.આઇ.ડી.સી. 80 ફૂટ રીંગ રોડ, ખાતે આરોપીના રહેણાંક મકાનમાં ફળીયામાં પાણીના ટાંકાની અંદર સંતાડીને વેચાણ અર્થે રાખેલ અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ – 34 જેની કી.રૂ.17000 તથા મોબાઇલ નંગ – 1 જેની કિં.રૂ. 500 તથા રોકડા રૂા.2600 કુલ મુદામાલ કિ.રૂ. 20100 સાથે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે એક આરીપીને ઝડપી પાડ્યો છે.રાજકોટ શહેર વિસ્તાર પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી હકીકત આધારે આજીવસાહત, ખોડીયાર પરા,શેરી નં.- 7, આજી જી.આઇ.ડી.સી, 80 ફુટ રીંગ રોડ, ખાતે આરોપીના રહેણાંક મકાનમાં ફળીયામાં પાણીના ટાંકાની અંદર સંતાડીને વેચાણ અર્થે રાખેલ ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ-અલગ કંપનીની બોટલો સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.અને આરોપીનો કોવીડ- 19 નો ટેસ્ટ કરાવી રીપોર્ટ નેગેટીવ આવ્યેથી આરોપીને ધરપકડ કરવાની તજવીજ કરેલ છે. દારૂનો જથ્થો સંતાડનાર આરોપી જીતેન્દ્રભાઇ ઉફે રાધે ગોવિંદભાઇ મકવાણા અને હરેશ ટપુભાઇ બસીયા જેને પકડવાનો બાકી છે.આરોપી અગાવ પણ દારૂની હેરાફેરીમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આરોપી અગાવ આજીડેમ, શાપર વેરાવળ, થોરાળા તેમજ ડીસીબી પોલીસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ઉપરાંત આરોપી સને 2011 માં એક વખત વડોદરા જેલ ખાતે પાસા અટકાયત હેઠળ જઇ ચુકેલ છે. મહત્વનું છે કે અગાઉ પણ બુટલેગરો પોલીસથી બચવા અલગ અલગ કિમીયાઓ અપનાવ્યા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: A way to hide bootlegger’s liquor