Rajkot: In royal family property dispute: Government officials accused of corruption
Aastha Magazine
Rajkot: In royal family property dispute: Government officials accused of corruption
રાજકોટ

રાજકોટ : રાજવી પરિવારના મિલકત વિવાદમાં : સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ

રાજકોટના રાજવી પરિવારના મિલકત વિવાદમાં હવે સરકારી બાબૂઓની સંડોવણીનો આરોપોનો દોર શરૂ થયો છે. રણશૂરવીરસિંહ જાડેજાએ સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રણસુરવીરસિંહે સીધો આરોપ લગાવ્યો છે કે, ડેપ્યુટી કલેક્ટર ડોબરીયા, એ.ટી.પટેલ અને સિદ્ધાર્થ ગઢવી નામના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને તેઓને હકથી વંચિત રાખ્યા હતા.

એટલું જ નહીં પરંતુ મામલતદાર કચેરીના કે. જે જાડેજાએ 2016માં 10 કરોડ માંગ્યાનો રણશૂરવીરસિંહે મોટો આરોપ લગાવ્યો. રણશૂરવીર સિંહનો દાવો છે કે રાજવી માંધાતાસિંહ સાથે અધિકારીઓની મિલીભગત હતી. અને રાજવી પરિવારની મિલકતમાં ભાગ ન મળે તે માટે કાવતરૂ રચાયું હતું.

તો પોતાના પર ગંભીર આરોપો લાગતા સિદ્ધાર્થ ગઢવી સામે આવ્યા. અને રણશૂરવીરસિંહે લગાવેલા તમામ આરોપોનો પાયાવિંહોણા ગણાવ્યા. સિદ્ધાર્થ ગઢવીએ દાવો કર્યો છે કે તેમની હયાતીમાં કેસનું હિયરિંગ જ થયું નથી તો ભ્રષ્ટાચારને કોઇ અવકાશ નથી. જોકે સિદ્ધાર્થ ગઢવીએ રણશૂરવીરસિંહ જાડેજા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.અને માનહાનીનો દાવો કરવાની તજવીજ હાથ ધરી છે.

શું લાગ્યા સરકારી અધિકારી પર આરોપો અને શું કહે છે સરકારી અધિકારી ?

સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવેઃ રણસુરવીરસિંહ
અમે તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છીએઃ સિદ્ધાર્થ ગઢવી

અમારો કોર્ટ કેસ 2016થી અધિકારીઓ લટકાવી રાખ્યો છેઃ રણસુરવીરસિંહ
મારા કાર્યકાળ દરમિયાન કોઇ હિયરિંગ નથી થયુંઃ સિદ્ધાર્થ ગઢવી

ડે.કલેક્ટર, એ.ટી.પટેલ, સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર આચર્યોઃ રણસુરવીરસિંહ
મારા પર ભ્રષ્ટાચારના લાગેલા તમામ આરોપો પાયાવિંહોણાઃ સિદ્ધાર્થ ગઢવી

અમે અધિકારીઓને અનેકવાર અરજીઓ કરી, પણ ઉકેલ ન આવ્યોઃ રણસુરવીરસિંહ
મારી પાસે માત્ર પ્રાંત કચેરીમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી આવી છેઃ સિદ્ધાર્થ ગઢવી

અમને સાંભળ્યા વગર જ એક તરફી દાવો ચલાવીને હુકમ કર્યોઃ રણસુરવીરસિંહ
અમારી પાસે માત્ર કેસ ટ્રાન્સફર કરવાની અરજી આવી હતીઃ સિદ્ધાર્થ ગઢવી

અધિકારીઓએ 10 કરોડ રૂપિયાની લાંચ માગીઃ રણસુરવીરસિંહ
હું મારી જ વાત કરી શકું, મારી મર્યાદા છે એટલે ન બોલી શકુઃ સિદ્ધાર્થ ગઢવી

રૂપિયા ન આપ્યા એટલે અધિકારીઓએ એક તરફી દાવો કર્યોઃ રણસુરવીરસિંહ
આરોપો પાયાવિંહોણા, હું માનહાનીનો દાવો કરીશઃ સિદ્ધાર્થ ગઢવી

રાજવી પરિવાર પાસે 20 હજાર કરોડની મિલકત

રાજકોટના રાજવી પરિવારની મિલકતો પર નજર કરીએ તો રાજવી પરિવાર પાસે 20 હજાર કરોડ રૂપિયાની મિલકતો છે. જેમાં 500 કરોડનો રણજીત વિલાસ પેલેસ અને 400 કરોડની લાખાજીરાજ જિનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી છે.

તો જ્યુબિલી ચોકનું દેના બેંક હાઉસ, સરધારનો દરબારગઢ, બગીચો, જૂનો દરબારગઢ, રાંદરડા લેક ફાર્મ છે. તો પિંજારાવાડીની 6 એકર જમીન, કુવાડવા રોડ પરની 1214 ચોરસ મીટર જમીન અને 3 હજાર કરોડની માધાપર વીડીની 658 એકર જમીન સામેલ છે.

આ સિવાય મુંબઈમાં નરેન્દ્ર ભુવનમાં 11 ફ્લેટ અને જામનગર રોડ પરનું રેલવે ગોડાઉન સામેલ છે. જ્યારે ભોમેશ્વર મહાદેવ મંદિર અને આસપાસની 12 એકર જમીન, શ્રી આશાપુરા મંદિર અને ટ્રસ્ટ અને જમીન સામેલ છે.

આ ઉપરાંત શ્રી લાખાજીરાજ ડેરી ફાર્મની 9.26 ગુંઠા જમીન વડીલોપાર્જિત હીરા, ઝવેરાત અને આભૂષણો, ચાંદીની બગીઓ, 10 વિન્ટેજ કાર, એન્ટિક ફર્નિચર અને હથિયારો સામેલ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: In royal family property dispute: Government officials accused of corruption

Related posts

રાજકોટ : બોગસ ડોક્ટરની પત્નીના ક્લિનિક પર રેડ

aasthamagazine

એકલવ્ય વિદ્યામંદિર દ્વારા તમાકુ નિયંત્રણ અંગે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

aasthamagazine

રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેંકે વધુ બે એવોર્ડ મેળવ્યા

aasthamagazine

રાજકોટ : બંને ડોઝ નહીં લેેનારા વાલીઓના બાળકોને શાળામાં નો એન્ટ્રી

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 19/02/2022

aasthamagazine

રાજકોટ : ઓમીક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો

aasthamagazine

Leave a Comment