



સરકાર નવા ઓનલાઇન બીડિંગ પ્લેટફોર્મના માધ્યમથી કેટલાક જાહેર ક્ષેત્રના એકમોની રૃપિયા ૬૦૦ કરોડની જમીનોને વેચવાનું આયોજન કરી રહી છે. એવું લાગે છે કે સરકાર નકામી પડી રહેલી અસ્ક્યામતોના વેચાણ તરફ આગળ વધી રહી છે. આ બાબતનું પ્રબંધન ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દિપમ) થશે અને આ યોજના પણ નીતિ પંચ દ્વારા ઘડી કાઢવામાં આવેલી નેશનલ ઔમોનેટાઇઝેશન પાઇપલાઇન જેવી જ છે. દિપમ ટૂંક સમયમાં જ બીએસએનએલ, એમટીએનએલ, બીઇએમએલ અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિતના જાહેર ક્ષેત્રની અસ્ક્યામતોની હરાજી કરવા માટેની અંતિમ મંજૂરી મેળવી લેશે. ઇ-બીડિંગ પ્લેટફોર્મ પર આ રીતે પહેલી હરાજી યોજવામાં આવશે.ખાનગીકરણ અને દેશમાં વધી રહેલી મોંઘવારીને મુદ્દે વિરોધપક્ષ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે મોદી સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ભાજપ સૂટ-બૂટવાળાની સરકાર છે. તેમની તમામ નીતિ બિઝનેસ ગૃહો માટે છે.તેમણે કહ્યું હતું કે પૂર્વજોની મહામૂલી સંપત્તિ બચાવવાનું કામ લાયક પુત્ર કરતો હોય છે. નાલાયક પુત્ર પૂર્વજોની સંપત્તિ વેચતો હોય છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે તફાવત છે તે દેખાઈ રહ્યો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The BJP is a suit-and-boot government. All their policy is for business houses. : Congress leader Digvijay Singh