



રાજકોટ આર કે ગ્રુપ પરના આવક વેરાના દરોડા મામલે આજે વધુ એક ઘટસ્ફોટ થયો છે. આર કે ગ્રુપના એક જ બેન્ક લોકરમાંથી 3 કરોડ રૂપિયા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. બિલ્ડર ગ્રુપના સીલ કરેલા 25 લોકર ખોલવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી પહેલા 150 ફૂટ રીંગરોડ પરની સહકારી બેંકની બ્રાંચનું લોકર ખોલાયું હતું. બેન્કનું લોકર છલોછલ રોકડથી ભરેલું હતું. આ જોઈ અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ લોકર ખુલ્યા બાદ અન્ય લોકરોમાંથી પણ મોટી રકમ મળવાની આશંકા વધી છે. હવે આ નાણાં બિનહિસાબી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: RK Group: Bank locker opened by Income Tax Department