Gujarat: Sales of 1376 luxurious cars in 8 months
Aastha Magazine
Gujarat: Sales of 1376 luxurious cars in 8 months
માર્કેટ પ્લસ

ગુજરાત : 8 મહિનામાં 1376 લક્ઝુરિયસ કારનું વેચાણ

કોરોનાની કથિત મંદી વચ્ચે એક તરફ રાજ્યભરમાં લક્ઝુરિયસ કારના વેચાણમાં વધારો થયો છે. ત્યારે માત્ર સુરતમાં જ છેલ્લા આઠ મહિનામાં 338 લક્ઝુરિયસ કારોનું વેચાણ થયું છે, જે રાજ્યના 25 ટકા થાય છે. આ વેચાણમાં સૌથી વધારે 131 મર્સિડીઝ કાર છે, જ્યારે 92 BMW અને 32 જેગુઆર છે.રાજ્યમાં અંદાજે દર વર્ષે 2400 લક્ઝુરિયસ કારનું વેચાણ થાય છે. એકલા સુરતમાં જ 550 જેટલી કાર વેચાય છે, જેમાંથી 50 ટકા મર્સિડીઝ હોય છે. ગુજરાતમાં લક્ઝુરિયસ કારના કુલ વેચાણમાંથી 75 ટકા ડીઝલ કાર અને 25 ટકા પેટ્રોલ કારનું હોય છે, જ્યારે સુરતમાં 80 ટકા ડીઝલ કાર અને 20 ટકા પેટ્રોલ કારનું વેચાણ થાય છે.પહેલાં સૌથી વધારે લક્ઝુરિયસ કાર બિઝનેસમેનો જ વસાવતા હતા, પરંતુ કોરોનાકાળ બાદ 45થી 60 વય જૂથના લોકો તેમજ ખાસ કરીને સીએ, ડોક્ટર, વકીલ વગેરે પણ ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોના હોવાથી મુંબઈ, અમદાવાદ, વડોદરા જવા ટ્રેન કે પ્લેનની મુસાફરી ટાળી લોકો આરામદાયક કારમાં સફર કરવાનું વધારે પસંદ કરે છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Gujarat: Sales of 1376 luxurious cars in 8 months

Related posts

ખાનગી કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલ વેચશે!

aasthamagazine

દર વર્ષની સરખામણીમાં પતંગ અને દોરીના ભાવમાં વધારો

aasthamagazine

સાણંદ-ચેન્નાઈના પ્લાન્ટ ફોર્ડ બંધ કરશે

aasthamagazine

સોના-ચાંદીના ભાવમા વધારો

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

ટામેટા- વટાણાની 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામના પાર

aasthamagazine

Leave a Comment