



પરેશ પટેલના ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા કરવામાં આવ્યા હતા. અહીંથી શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા સતત બીજા દિવસે પણ ચાલુ રાખ્યા હતા. તેની અન્ય જગ્યા પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં પરેશ પટેલે કબૂલ્યું હતું કે તે અલગ અલગ જગ્યાએથી એક્સપાયર થયેલા સીરપ કે જે કફ, કિડની તેમજ અન્ય વિટામિનની દવાઓ લઈ આવતો હતો. સીરપને ડ્રમમાં નાખી એમાં ચૂર્ણ તેમજ ચ્યવનપ્રાશ નાખીને આયુર્વેદિક દવાનું લેબલ લગાવીને ઇમ્યુનિટી બૂસ્ટર, મધુમેહનાશક જેવા નામથી વેચતો હતો.દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ડ્રગ્સ એસ.એસ. વ્યાસને જાણ કરાતાં તેઓ પણ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને દવાઓના નમૂના લઈને તપાસાર્થે લેબમાં મોકલ્યા છે. આ ઉપરાંત દવાઓ વેચવા માટે તેની પાસે લાઇસન્સ છે કે નહિ તેમજ એ પણ બનાવટી છે કે કેમ એ અંગે પણ વિભાગ તપાસ કરશે. હાલ એ ગોડાઉનમાંથી એક કરોડથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: A bogus doctor was selling expired drugs