



આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશન ભાજપે કમર કસવાનું શરૂ કરી દીધુ છે. જેને લઈને આજથી કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારી શરૂ થઈ છે. ભાજપની પ્રદેશન કારોબારીનો રક્ષા મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના છે ત્યારે આ કારોબારીને મહત્વની માનવામાં આવી રહી છે.
ભાજપ પ્રદેશની કારોબારીનો પ્રારંભ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે આવેલા નર્મદા ટેન્ટ સિટી-2 થયો છે. આ બેઠક માટે ખાસ રક્ષા મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા પહોંચ્યા છે. કારોબારીમાં ભાગ લેવા પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કારોબારીમાં રક્ષા મંત્રિ સિવાય પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના નેતાઓ પહોંચ્યા છે.
આ બેઠકમાં મમોદી સરકારના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સિટી બનાવવાના ધ્યેયને કારણે તમામ નેતાઓને ગાડીઓ નહીં લાવવા કહેવાયુ હતું. કારોબારીમાં 600 નેતાઓ ઉપસ્થિત રહેશે.કોરબારીની આ બેઠકમાં ગુજરાત ડિજિટલ ક્નેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરાશે. વિધાનસભાની રણનીતિ સાથે સાથે કારોબારી સભ્યોને ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ પણ લોન્ચિંગ કરવામાં આવશે. જેના ભાગરૂપે 750 કાર્યકરોને ટેબ્લેટ અપાશે. આ ટેબ્લેટમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર યોજના, કાર્યક્રમોની વિગતો વગેરે રહેશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Kevadia: BJP has started gearing up for the upcoming assembly elections