



શેર બજારમાં માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે બજાર પૂંજીકરણના મામલામાં સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ વધુ મોટું થયું છે. શુક્રવાર 3 સપ્ટેમ્બર 2021ના રોજ કંપનીના શેરોમાં રેકોર્ડ તોડ તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં 3.65 ટકાની તેજી જોવા મળી અને તેની કિંમત 2377.50 રૂપિયા પ્રતિ શેરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના રિટેલ વેંચર Reliance Retailએ સર્ચ એન્જિન પ્લેટફોર્મ જસ્ટ ડાયલનો મોટો ભાગ અધિગ્રહણ કરી લીધો છે. ત્યાર પછી કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલના 41 ટકા શેર ખરીદ્યા છે. જસ્ટ ડાયલ વેબસાઇટ, મોબાઇલ એપ અને ટેલીફોન લાઇન થ્રૂ લોકલ સર્ચ એન્જિન અને ઈ કોમર્સ સર્વિસ આપે છે. જસ્ટ ડાયલની પાસે વેબ, મોબાઇલ એપ અને વોઇસ પ્લેટફોર્મ પર 3.04 કરોડ લિસ્ટિંગ અને 12.19 કરોડ ક્વાર્ટરલી યૂનિક યૂઝર હતા.કંપનીએ હાલમાં જ પોતાનો બી2બી માર્કેટપ્લેસ પ્લેટફોર્મ JD Mart લોન્ચ કર્યો છે. જેનો હેતુ ભારતના લાખો નિર્માતાઓ, રિટેલ વેચાણકારો, જથ્થાબંધ વેપારીઓને કોરોના કાળમાં ઈન્ટરનેટ માટે તૈયાર કરવાનો છે. તેની સાથે જ નવા ગ્રાહકો પ્રાપ્ત કરવા પોતાના પ્રોડક્ટ્સને ઓનલાઇન વેચવામાં સક્ષમ બનાવવાનો છે. ત્યાર પછીથી કંપની જસ્ટ ડાયલમાં પોતાનું નિયંત્રણ રાખે છે. કંપનીના શેરોમાં આજની તેજી પછી કંપનીનું માર્કેટ વેલ્યૂએશન 15 લાખ કરોડને પાર ચાલ્યું ગયું છે.
20 જુલાઇએ રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલના 1.31 કરોડ ઈક્વિટી શેર ખરીદ્યા હતા. જેમાંથી 10 રૂપિયા પ્રતિ શેર પર 1020 રૂપિયા પ્રતિ શેરની કિંમત લગાવવામાં આવી હતી. આ ખરીદ સ્ટોક એક્સચેંજ પર બ્લોક વિંડો ફેસિલિટી દ્વારા થયું હતું. તજજ્ઞોનું કહેવું છે કે રિલાયન્સના શેર જૂનથી જ ઉપરની તરફ વધી રહ્યા છે. જૂનમાં રિલાયન્સની એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીના હેડ મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે કંપની રિન્યુએબલ એનર્જીમાં રોકાણ કરવા જઇ રહી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Record rise in Reliance stocks