



ઈલાહાબાદ હાઈકોર્ટે ગોહત્યાના એક મામલે કહ્યુ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે અને ગૌરક્ષાને હિન્દુઓના મૌલિક અધિકારમાં રાખવામાં આવે. દેશની સંસ્કૃતિ અને તેની આસ્થા પર ઘા પડે છે તો દેશ કમજોર થાય છે.
હાઈકોર્ટે વૈદિક, પૌરાણિક, સાંસ્કૃતિક મહત્વ અને સામાજીક ઉપયોગિતાને જોતા કેન્દ્ર સરકારે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની સલાહ આપી છે.
કોર્ટનુ કહેવુ છે કે ભારતમાં ગાયને માતા કહેવાય છે. આ હિન્દુઓની આસ્થાનો વિષય છે. કોર્ટે કહ્યુ કે ગૌ માંસ ખાવુ કોઈનો મૌલિક અધિકાર નથી. જીભના સ્વાદ માટે જીવનનો અધિકાર નથી છીનવી શકાતો. બીમાર વૃદ્ધ ગાય પણ ખેતી માટે ઉપયોગી છે. તેની હત્યાની મંજુરી આપવી ઠીક નથી. આ ભારતીય કૃષિની કરોડરજ્જુ છે.
કોર્ટે કહ્યુ કે ગાયના મહત્વને ફક્ત હિન્દુઓએ સમજ્યુ એવુ નથી. મુસલમાનોએ પણ ગાયને ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ માન્યો અને મુસ્લિમ શાસકોએ પોતાના શાસનકાળમાં ગાયોના વધ પર રોક લગાવી હતી. કોર્ટે આગળ કહ્યુ કે ભારતીય સંવિઘાનના અનુચ્છેદ 48માં ગોહત્યા પર રોકને સંઘની લિસ્ટમાં રાખવાને બદલે રાજ્યની લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. તેથી આજે પણ ભારતના અનેક રાજ્ય એવા છે જ્યા ગૌવઘ પર રોક નથી.
ઉલ્લેખનીય છે કે જસ્ટિશ શેખર કુમાર યાદવે અરજીકર્તા જાવેદની જામીન અરજી રદ્દ કરતા આ ટિપ્પણી કરી. જાવેદ પર આરોપ છે કે તેણે પોતાના અન્ય મિત્રો સાથે મળીને વાદી ખિલેંદ્ર સિંહની ગાય ચોરી અને તેનો વઘ કર્યો.
અરજીકર્તાના વકીલે દલીલ આપી કે જાવેદ નિર્દોષ છે અને તેના પર લગાવેલા આરોપ ખોટા છે અને તેના વિરુદ્ધ પોલીસે મળીને ખોટો કેસ નોધ્યો છે.
જાવેદ 8 માર્ચથી જેલમાં બંધ છે. શાસનની તરફથી રજુ થયેલ વકીલે જામીન અરજી એવુ કહેતા વિરોધ કર્યો કે અરજી કરનાર વિરુદ્ધ લગાવેલ આરોપ સાચો છે અને અભિયુક્તને ટોર્ચની રોશનીમાં જોયો અને ઓળખ્યો.
તેમને કહ્યુ કે આરોપી જાવેદ, તેના મિત્ર શોએબ, રેહાન, અરકાન અને 2-3 અજ્ઞાત લોકોએ ગાયને કાપીને માંસ એકત્ર કરતા જોવામાં આવ્યા. આ લોકો પોતાને મોટરસાઈકલ ઘટનાસ્થળ પર છોડીને ભાગી ગયા હતા. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કહ્યુ કે ગાયને ભારતીય સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે અને ગાયને ભારત દેશમાં માતાના રૂપમાં ઓળખાય છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Cow declared national animal: Allahabad High Court