Heavy rainfall forecast in the state: Meteorological Department
Aastha Magazine
Heavy rainfall forecast in the state: Meteorological Department
ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

રાજ્યમાં આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વસાદની આગાહી કરવામાં આવી છે.માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આ સાથે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. આગામી 9 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ફરી સારો વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આ સાથે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, લાંબી રાહ જોવડાવ્યા બાદ રાજ્યમાં ગત બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ છે.
વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લામાં NDRFની ગોઠવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં 30 સેન્ટીમીટર જેટલો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં 23,135 ક્યુસેક પાણીની આવક તેમજ 8,893 ક્યુસેક પાણીની જાવક છે.સરદાર સરોવર ડેમની હાલની જળસપાટી 116.73 મીટરસરદાર સરોવર ડેમની હાલની જળસપાટી 116.73 મીટર છે. આ સાથે વિવિધ જિલ્લાઓમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Heavy rainfall forecast in the state: Meteorological Department

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 29/01/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/02/2022

aasthamagazine

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં કોલ્ડ વેવની અસર

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/01/2022

aasthamagazine

36 કલાક સુધી 15 લાખથી વધુ રીક્ષાઓના પૈડાં થંભી જશે

aasthamagazine

ગુજરાત : પોલીસમાં પારદર્શક હશે ભરતી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

aasthamagazine

Leave a Comment