Megharaja thunders: 21 inches of seasonal rain in Rajkot - 4 inches in Gondal - 1.5 inches in Jasdan
Aastha Magazine
Megharaja thunders: 21 inches of seasonal rain in Rajkot - 4 inches in Gondal - 1.5 inches in Jasdan
ગુજરાત

મેઘરાજાએ ધમરોળ્યું : રાજકોટમાં સિઝનનો 21 ઈંચ વરસાદ- ગોંડલમાં 4 ઇંચ-જસદણમાં દોઢ ઇંચ

જસદણ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું હોય તેમ એક કલાકમાં વીજળીના કડાકા ભકાડા સાથે દોઢ ઇંચ વરસાદ વરસી જતા શેરીઓમાં નદીની જેમ ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. ગોંડલમાં બપોર બાદ પણ વધુ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાતા આશાપુરા ડેમ ઓવરફ્લો થયો છે. હાલ ધીમીધારે વરસાદ શરૂ જ છે. તેમજ આટકોટમાં પણ મૂશળધાર વરસાદ વરસતા હાઇવે પર પાણી ભરાયા હતા.ગોંડલમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસતા અંડરબ્રિજમાં પાણી ભરાય ગયા છે. એક કલામાં દોઢ ઇંચ વરસાદથી એક કાર પણ ફસાઇ ગઇ હતી. બીજી તરફ એસટી બસસ્ટેન્ડમાં બે ફૂટ સુધી પાણી ભરાતા મુસાફરો પરેશાન બન્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ મોડી રાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જસદણ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું જસદણ શહેરમાં 1 કલાકમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. હજુ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખેતરોમાંથી પાણી બહાર નીકળી જતા જગતનો તાત ખુશખુશાલ બન્યો છે. જસદણના જંગવડ, પાંચવડા, ખારચીયા, વીરનગર બળધૂઇ, જીવાપર, આટકોટ સહિતના ગામમાં સારો વરસાદ પડ્યો છે. આ તમામ વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.રાજકોટ શહેરમાં પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. મધરાતે ઝરમર વરસાદે સવાર પડતા જ જોર પકડ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્સ, મોરબી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં સવારે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ વીજળીના કડાકા ભડાકા પણ થઇ રહ્યાં છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાતા વિઝિબિલીટી ઘટતા વાહનચાલકોને ફરજીયાત વાહનમાં લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. શહેરમાં 9.30 વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયાનું જાણવા મળે છે. બપોર બાદ પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો હોવાથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો છે.ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી, વાસાવડ, મોવિયા, પાંચીયાવદર, રાવણા, મેતા ખંભાળિયા, કેસવાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હાલ ધીમીધારે વરસાદ શરૂ જ છે. ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. શહેરના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. વિરપુરમાં પણ સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણી બાદ ખેડૂતોએ વાવેલા પાક પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ત્રણ કાર અથડાઇ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. બીજી તરફ રાજકોટના માલિયાસણ ગામે ચાલુ વરસાદે વીજ કરંટ લાગતા બે ઘેટાના મોત નીપજ્યાં છે.રાજકોટ શહેરમાં આ વર્ષે સિઝનનો કુલ 21 ઈંચ(550 મીમી) વરસાદ પડ્યો છે. જોકે આ માત્ર સેન્ટ્રલ ઝોનના જ આંક છે. શહેરના અન્ય વિસ્તારો જેમ કે વેસ્ટ ઝોનમાં 476 મીમી જ્યારે સૌથી ઓછો ઈસ્ટ ઝોનમાં 459 મીમી વરસાદ નોંધાયો છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Megharaja thunders: 21 inches of seasonal rain in Rajkot – 4 inches in Gondal – 1.5 inches in Jasdan

Related posts

ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો આવતા જેટકોની ઈજનેર કક્ષાની પરીક્ષા મોકૂફ

aasthamagazine

આસ્થા મેગેઝીન પર અવીરહ્યું છે સાપ્તાહિક રાશિ ભવિષ્ય | Aasthamagazine.News

aasthamagazine

સરકાર 3 હજાર 300 જેટલી જગ્યાઓ પર ભરતીઓ કરશે.

aasthamagazine

ગુજરાતમાં 2 વર્ષમાં મહિલાઓ પરના હુમલામાં ત્રણ ગણો વધારો

aasthamagazine

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે

aasthamagazine

રાજ્યમાં કમોસમી વરસાદ LRD-PSI ની ભરતી કસોટી મોકૂફ

aasthamagazine

Leave a Comment