



શિક્ષણ વિભાગ દ્વારા 2 સપ્ટેમ્બરથી 6થી 8ના વર્ગ શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ધો. 9થી 12ના વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે ધો.6થી 8ના વર્ગ પણ શરૂ થશે. ધો.9થી 12માં પણ હજુ અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવીને ઘરેથી ઓનલાઈન ભણી રહ્યા છે, ત્યારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ અંગે વાલીઓને ચિંતા છે જેના કારણે કેટલાક વાલી પોતાના બાળકને સ્કૂલે નહિ મોકલે અને ઓનલાઈન જ અભ્યાસ કરાવશે. ત્યારે કેટલાક વાલી કોરોનાના ડરના વચ્ચે પણ સ્કૂલે મોકલશે.શાળામાં જેમ ધો.9થી 12ના બાળકો માટે કાળજી રાખવામાં આવે છે, તેવી રીતે જ ધો.6થી 8ના બાળકો માટે કાળજી રાખવામાં આવશે. બાળકોના તાપમાન, સેનિટાઈઝેશન અને માસ્ક સહિતની તમામ બાબતોમાં ધ્યાન રાખવામાં આવશે. રીશેષમાં બાળકો ભેગા ના થાય તે માટે શિક્ષકને સુચના આપવામાં આવશે. ઉપરાંત નાસ્તો અને પાણી ઘરેથી લઈને આવે તે માટે પણ સુચના આપવામાં આવશે.સ્કૂલો શરૂ થવાની જાહેરાત થઇ છે અને કાલથી સ્કૂલો પણ શરૂ થશે પરંતુ હજુ સુધી ટ્રાન્સપોટેશનને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બાળક સ્કૂલે જાય તો પ્રિકોશન રાખશે કે નહિ તે પણ ખબર નથી. સરકાર દ્વારા ત્રીજી લહેરને લઈને તૈયારી કરવામાં આવી રહી છે તો ત્રીજી લહેર શરૂ થાય તો બાળકને પણ નુકસાન ના થઇ શકે છે. કોરોનાનો ડર હજુ છે જેના કારણે હું મારા બાળકને સ્કૂલે નહિ મોકલી અને ઘરેથી જ ઓનલાઈન ભણાવીશ.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Amid fears of corona std. Classes 6 to 8 will begin