



જરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. ગુજરાત સહિત ભારતમાં પણ સારો વરસાદ છે. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવરના ઉપરવાસમાં સારો વરસાદ નોંધાતા હવે ગુજરાત માથેથી સંકટ ટળતુ દેખાઈ રહ્યું છે. સરદાર સરોવરના ઉપરવાસમાં સારો વરસાદ નોંધાતા લાંબા સમય બાદ ડેમની સપાટી વધી રહી છે.સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારોસરદાર સરોવર ગુજરાતની જીવાદોરી છે ત્યારે નર્મદાની સપાટી વધે એ ગુજરાતના ખેડુતો માટે સારા સમાચાર છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો હાલની સપાટી 116.6 મીટર છે અને દર 12 કલાકે 21 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં સારો વરસાદ થતા ડેમમાં હાલ 8993 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં પાણીના સ્ટોરેજની વાત કરીએ તો ડેમમાં હાલ 4408.09 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો છે.ઉપરવાસમાં વરસાદ થતા સપાટી વધી એક તરફ સરદાર સરોવરના ઉપરવાસમાં વરસાદ અને ગુજરાતમાં પણ વરસાદ નોંધાતા હવે ખેડુતો માટે બેવડા આનંદની ઘડી છે. સતત વરસાદ ખેંચાતા રાજ્યમાં પાક મુરજાવા લાગ્યા હતા ત્યારે હવે વરસાદ થતા પાકને જીવનદાન મળ્યુ છે, બીજી તરફ નર્મદાની સપાટીમાં થઈ રહેલો વધારો ગુજરાતનો ઉનાળો સુધારશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Increase in the surface of Sardar Sarovar Dam