



આરોગ્ય વિભાગ દ્વારા ઠેર-ઠેર તપાસ કરવામાં આવી રહો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આજીડેમ સાઇટ-ગાર્ડન તથા પ્રધ્યુમન વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રિપેર્ડ ફુડ તેમજ ઠંડા પીણાનું વેચાણ કરતા 37 વેપારીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ઠંડા પીણાંની એક્સપાયરી ડેટ વગરની 200 મિલીની કુલ 408 નંગ બોટલ 9 કિલો કલરવાળા વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ પ્રધ્યુમન પાર્કમાં આવેલ કેન્ટીન શિવધારા ફુડ ઝોન (જલારામ કેટરર્સ) અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ ફટકારી હતી. બે દિવસ પૂર્વે પણ ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ પર વિરબાલાજી ફરસાણમાં તપાસ કરતા વોશિંગ સોડા 10 કિલોગ્રામ તથા વાસી પાપડી, સક્કરપારા, પેંડા, મોહનથાળા, મોતીચૂર લાડુ વગેરે 37 કિલો વાસી છતાં રાખેલી મિઠાઈ મળી આવતા તેનો નાશ કરાયો છે. આ ઉપરાંત ભગવતી ફરસાણ સ્વીટ માર્ટમાંથી 10 કિલોગ્રામ વોશિંગ સોડા તથા 67 કિલો તીખી પાપડી, તીખા ગાંઠિયા, સુકી કચોરી, સમોસા સહિતનું વાસી અખાદ્ય ફરસાણ મળી આવતા તેનો નાશ કરાયો છે.બાદમાં ચામુંડા ફરસાણ નામની દુકાનમાંથી 5 કિલો વોશિંગ સોડા, 8 કિલો તીખુ ચવાણું વાસી મળી આવતા તે જપ્ત કરી નાશ કરાયો હતો. જ્યારે દિગ્વિજય રોડ પર ભારત સ્વીટ માર્ટ અને લક્ષ્મીવાડીમાં સ્વામિનારાયણ ફરસાણ ખાદ્યચીજના નમુના લેવાયા છે. શહેરમાં દૂધમાં ભેળસેળ ચકાસવા મિલ્કોસ્કેન મશીન વડે 28 નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું. જો કે તેનો કોઈ રિપોર્ટ જારી કરાયો નથી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: Destruction of 408 bottles of cold drinks and 9 kg of stale food