



રાજકોટ ડેપોમાં જન્માષ્ટમીના દિવસો દરમિયાન ચોટીલા સહિતના તિર્થધામોનાં દર્શને જતા હજારો ભાવિકોએ ધાર્મિક આસૃથા સાથે પરિવારોને લઈને મનભરીને મુસાફરી કરી હતી. માત્ર એક જ દિવસમાં રાજકોટ એસટી ડિવિઝનને રૂા ૫૦ લાખની આવકને પાર કરી ગઈ હતી.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષાથી અનેક લોકો ઘરની બહાર નીકળ્યા હતાં. જન્માષ્ટમીના દિવસો સાથે જાહેર રજાઓની ગોઠવણ થઈ જતાં બહારગામ રહેતા અનેક નોકરિયાતો, ધંધાર્થીઓ પોતાના વતનમાં આવી પહોંચ્યા હતાં. અહીથી ચોટીલા, દ્વારકા, દિવ અને સોમનાથ સહિતના હરવા ફરવાના સૃથલોએ ફરવા ઉપડી જતા અનેક સૃથલોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ મુસાફરો માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વાર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ૪૫ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હોવાનું જણાવી સુત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટતી ચોટીલાની એસટી બસો સૌથી વધુ દોડતી રહી છે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત સહિતના વિસ્તોર ઉપરાંત દ્વારકા, દિવ, સોમનાથ અને સુરેન્દ્રનગર તથા કચ્છનાં માતાના મઢ જવા માટે પણ એસટી બસોમાં ભરચ્કક ટ્રાફિક જોવા મળ્યો છે. કોરોનાના કેસ આ વર્ષે નહીવત હોવાથી લોકો તિર્થધામોમાં દર્શનાર્થે અને હરવા ફરવાનાં સૃથલોએ જવા માટે વધુ ઉત્સાહી રહ્યાં છે. હજુ આ અઠવાડિયા સુધી એસટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. રાજકોટ સહિત રાજયભરનાં તમામ સૃથલોએ એસટી ડેપોમાં બે વર્ષ બાદ ભારે ભીડ જોવા મળી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rajkot: ST crossed Rs 50 lakh during Janmashtami festival