WhatsApp bans over 30 lakh Indian accounts
Aastha Magazine
WhatsApp bans over 30 lakh Indian accounts
આંતરરાષ્ટ્રીય

વોટ્સએપે 30 લાખ જેટલા ભારતીય એકાઉન્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધ

વોટ્સએપે હવે નવા આઈટી નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું છે. કંપનીએ ગત મહિને પોતાનો પહેલો માસિક સુરક્ષા રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં વોટ્સએપે જાહેર કર્યું કે તેણે 15 મેથી 15 જૂન વચ્ચે ભારતમાં ઓછામાં ઓછા 20 લાખ ખાતા પર પ્રતિબંધ મુક્યો છે. જ્યારે બીજા અહેવાલ મુજબ વોટ્સએપએ 45 દિવસમાં ભારતમાં 3 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપ એ 16 જૂનથી 31 જુલાઈ સુધી માત્ર 46 દિવસમાં ભારતમાં 3,027,000 એકાઉન્ટ્સ બંધ કર્યા છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય ખાતાને +91 ફોન નંબર દ્વારા ઓળખવામાં આવે છે. અગાઉ વોટ્સએપે કહ્યું હતું કે 95% થી વધુ ખાતાને ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગ (સ્પામ) ના દુરુપયોગને કારણે પ્રતિબંધ કરવામાં આવ્યાં છે. વોટ્સએપ દ્વારા તેના પ્લેટફોર્મ પર દુરુપયોગને રોકવા માટે વૈશ્વિક સરેરાશ દર મહિને આશરે 8 મિલિયન એકાઉન્ટ્સની ગણતરી કરે છે.

વોટ્સએપે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે તેને 16 જૂનથી 31 જુલાઈ વચ્ચે એકાઉન્ટ સપોર્ટ (137), પ્રતિબંધ અપીલ (316), અન્ય સપોર્ટ (45), પ્રોડક્ટ સપોર્ટ (64) અને સલામતી (32) હેઠળ 594 યુઝર્સના ફરિયાદ રિપોર્ટ મળ્યા છે. આ સમયગાળા દરમિયાન 74 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. વોટ્સએપે જણાવ્યું હતું કે `એકાઉન્ટ્સ એક્શન` એ રિપોર્ટ્સનો ઉલ્લેખ કરે છે જ્યાં તેણે મળેલા રિપોર્ટ અને ફરિયાદને આધારે કાર્યવાહી કરી હતી.

વોટ્સએપના પ્રવક્તાએ એચટી ટેકને જણાવ્યું કે, વર્ષોથી અમે અમારા યુઝર્સને અમારા પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખવા માટે અન્ય અદ્યતન ટેકનોલોજી, ડેટા એનાલિસર્સ અને નિષ્ણાંતોની મદદ લઈ રહ્યાં છીએ. ITનિયમો 2021 મુજબ અમે 16 મી જૂનથી 31 જુલાઈ સુધી 46 દિવસના સમયગાળા માટે અમારો બીજો માસિક અહેવાલ જાહેર કર્યો છે. આ યુર્ઝસ સલામતી અહેવાલ યુર્ઝની ફરિયાદો પર માહિતી પૂરી પાડે છે. વોટ્સએપે કહ્યું કે તેને ભારતમાં યુર્ઝસ તરફથી બે રીતે ફરિયાદો મળી છે. ભારતમાં વોટ્સએપ સેવાની શરતોના ઉલ્લંઘન અથવા વોટ્સએપ એકાઉન્ટ્સ વિશેના પ્રશ્નો, જે હેલ્પ સેન્ટરમાં સામે આવ્યાં છે અને બીજું, ભારતના ફરિયાદ અધિકારીને ટપાલ મારફતે ઈ મેઈલ દ્વારા મળેલી ફરિયાદો.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
WhatsApp bans over 30 lakh Indian accounts

Related posts

ભારતીયોને હંગેરીમાંથી સુરક્ષિત કાઢી વતન પરત ફર્યા

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 15/03/2022

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 01/04/2022

aasthamagazine

Speed News – 04/04/2022 | Aasthamagazine.News

aasthamagazine

અમેરિકા અભ્યાસ માટે 15 હજાર વિદ્યાર્થીઓ જશે

aasthamagazine

Leave a Comment