Vaccination record: 1.02 crore vaccinated on 27th August
Aastha Magazine
Vaccination record: 1.02 crore vaccinated on 27th August
આરોગ્ય

વેક્સિનેશન રેકોર્ડ : 27 ઓગસ્ટે 1.02 કરોડને રસી અપાઈ

દેશમાં પણ એક દિવસમાં રસીકરણનો રેકોર્ડ તૂટ્યો છે. ગત 27 ઓગસ્ટે દેશભરમાં 1.02 કરોડને રસી અપાઈ હતી જે એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ હતો. પણ મંગળવારે 1 કરોડ, 25 લાખ, 77 હજાર, 983 લોકોને રસી અપાઈ એ સાથે આ રેકોર્ડ તૂટ્યો છે. આ આંકડો રાત્રે 9.30 વાગ્યા સુધીનો હોવાથી એમાં હજુ વધારે થઈ શકે છે. આ સાથે દેશમાં કુલ 65 કરોડ લોકો કોરોનાની રસી મેળવી ચૂક્યા છે. જેમાંથી 50.25 કરોડથી વધુ લોકોને રસીો પ્રથમ ડોઝ મળ્યો છે જ્યારે 14.93 લોકો બીજો ડોઝ મેળવી ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે દેશમાં નવો કિર્તીમાન સ્થપાઈ ચૂક્યો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ દાવો કર્યો હતો કે દેશમાં આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ વસ્તીને રસી આપી દેવામાં આવશે.10 કરોડ રસી 85 દિવસમાં અપાઈ – 20 કરોડ રસી 45 દિવસમાં અપાઈ – 30 કરોડ રસી 29 દિવસમાં અપાઈ – 40 કરોડ રસી 24 દિવસમાં અપાઈ – 50 કરોડ રસી 20 દિવસમાં અપાઈ – 60 કરોડ રસી 19 દિવસમાં અપાઈ

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

સતત વધી રહ્યા છે શરદી ઉધરસ તાવના કેસ

aasthamagazine

કોરોના : છેલ્લા 6 મહિના પછી પહેલીવાર એક જ દિવસમાં 200થી વધુ કેસ

aasthamagazine

કોરોના : ઓક્ટોબર-નવેમ્બરમાં એલર્ટ રહેવું પડશે : સ્વાસ્થ્ય મંત્રાલય

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 18/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 02/04/2022

aasthamagazine

ગુજરાતથી ઉત્તરાખંડ ફરવા ગયેલા 41 પર્યટકો કોરોના પોઝિટિવ

aasthamagazine

Leave a Comment