9 inches of rain in 8 hours in Mangrol and 6.5 inches in Maliyahatina
Aastha Magazine
9 inches of rain in 8 hours in Mangrol and 6.5 inches in Maliyahatina
ગુજરાત

માંગરોળમાં 8 કલાકમાં 9 ઈંચ અને માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક વરસાદ વરસાવી દેતાં લોકો, ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ ગયા છે. તો જિલ્લાના નવેય તાલુકામાં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યા બાદ આજે વહેલી સવારથી અત્‍યારે 10 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડકક પ્રસરી ગઈ છે. તો ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદને કારણે મૂરઝાતા પાકોને નવજીવન મળ્યા સમાન હોવાથી ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસેલો વરસાદ

જન્‍માષ્‍ટમીમાં કૃષ્‍ણ જન્‍મ બાદ જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય એમ ગઇકાલ રાત્રિથી ધીમી ધારે મેઘરાજાએ પઘરામણી કરી હતી. રાત્રિ દરમિયાન જિલ્લાના નવ તાલુકા પૈકી માંગરોળ અને માળિયાહાટીના તાલુકાને બાદ કરતાં સાતેય તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્‍યો હતો. જિલ્લાના તાલુકાઓમાં રાત્રિના 12થી સવારે 6 વાગ્‍યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા જોઇએ માંગરોળમાં 127 મિમી (5 ઇંચ), માળિયાહાટીનામાં 37 મિમી (1.5 ઇંચ), કેશોદમાં 38 મિમી (1.5 ઇંચ), જૂનાગઢમાં 33 મિમી (1.5 ઇંચ), ભેંસાણમાં 13 મિમી (અડઘો ઇંચ), મેંદરડામાં 65 મિમી (2.5 ઇંચ), માણાવદરમાં 11 મિમી (અડઘો ઇંચ), વંથલીમાં 41 મિમી (1.5 ઇંચ), વિસાવદરમાં 79 મિમી (3 ઇંચ) જેટલો વરસાદ વરસ્‍યો હતો.

જિલ્લામાં આજે સવારથી વરસેલો વરસાદ

જ્યારે આજે બુધવારે સવારે 6થી 10 (ચાર કલાક)માં જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા જોઇએ તો માંગરોળમાં 100 મિમી (4 ઇંચ), માળિયાહાટીનામાં 132 મિમી (5.5 ઇંચ), કેશોદમાં 57 મિમી (2 ઇંચ), જૂનાગઢમાં 7 મિમી, ભેંસાણમાં 18 મિમી (અડઘો ઇંચ), મેંદરડામાં 15 મિમી (અડઘો ઇંચ), માણાવદરમાં 34 મિમી (1.5 ઇંચ), વંથલીમાં 11 મિમી (અડધો ઇંચ), વિસાવદરમાં 18 મિમી (અડધો ઇંચ) વરસાદ વરસ્‍યો છે.

8 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્‍યો

જૂનાગઢ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએે પધરામણી કરી હતી. જિલ્લાના માંગરોળ પંથકમાં રાત્રિના 2થી સવારે 10 વાગ્‍યા (એટલે 8 કલાકમાં) 227 મિમી (9 ઇંચ) વરસાદ વરસતાં બારેમેઘ ખાંગા જેવી સ્‍થ‍િતિ સર્જાઈ છે. માંગરોળ શહેર અને પંથકના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવા લાગ્‍યા છે. જ્યારે પંથકના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોના માર્ગો પર પાણી ભરાયાની સાથે વોકળા-નદીઓમાં નવા નીર વહેતા થયા છે. જ્યારે જિલ્લાના માળિયાહાટીના પંથકમાં પણ 8 કલાકમાં 169 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે. ગત રાત્રિથી માળિયાહાટીના વિસ્‍તારમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીની મબલક આવકને પગલે તાલુકાની વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્‍યું હતું. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. લાંબા વિરામ બાદ બારેમેઘ ખાંગા જેટલો વરસાદ વરસી જતાં મગફળીના પાકને જીવતદાન મળ્યું હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળતી હતી.

માર્ગો અને શેરીમાં વરસાદી પાણી વહેતાં થયાં

જિલ્લાના નવેય તાલુકામાં સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, જ્યારે માંગરોળ અને માળિયાહાટીના તાલુકાનાં અનેક ગામોની શેરીઓ અને માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. માળિયાહાટીના તાલુકાના લાડુડી ગામમાં પાણી ફરી વળ્યાં હતાં. ગામની શેરીઓમાં સુધી ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની સતત આવક થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)a
(પ્રતિકાત્મક તસ્વીર)
9 inches of rain in 8 hours in Mngrol and 6.5 inches in Maliyahatina

Related posts

07-02-2022 થી 13-02-2022 સુધી નું સાપ્તાહિક રાશિભવિષ્ય -Aasthamagazine.News

aasthamagazine

ગુજરાતમાં ખેડૂતો વીજ કાપથી પરેશાન : હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે

aasthamagazine

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ

aasthamagazine

ગુજરાત વિધાનસભાનુ આગામી સત્ર ૨૭મી સપ્ટેમ્બરથી મળશે

aasthamagazine

અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ થશે

aasthamagazine

વાયબ્રન્ટ ગુજરાત-2022નું 10મી જાન્યુઆરીના રોજ PM મોદી કરશે ઉદઘાટન

aasthamagazine

Leave a Comment