Assume slow rains begin across the state
Aastha Magazine
Assume slow rains begin across the state
ગુજરાત

સમગ્ર રાજ્યમાં ધીમી ધારે વરસાદ શરૂ

સમગ્ર રાજ્યમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે લોકોને ગરમી અને ભેજમાંથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મંગળવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી હતી. IMDના લેટેસ્ટ અપડેટ મુજબ આગામી બે કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે.વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકામાં માત્ર આઠ કલાકમાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ,સુરત, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દીવ, ભાવનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારાકરવામાં આવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

કોરોનાના નવા 76 કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 98.47 ટકા

aasthamagazine

માસ્ક પહેરો અને સોશ્યિલડિસ્ટન્સ જાળવો આસ્થા મેગઝીન ની – અપીલ. | 10/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

ગુજરાત : રાત્રિ કરફ્યૂ વધુ 10 દિવસ લંબાવાયો

aasthamagazine

ગુજરાતમાં ત્રણ દિવસ ઠંડીનું જોર વધવાની આગાહી

aasthamagazine

તહેવારોને લઈ ખાનગી બસોએ ભાડામાં વધારો કરી દીધો

aasthamagazine

રાજ્યોમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા

aasthamagazine

Leave a Comment