



કોવિડ 19ના કેસમાં ઘટાડો થતા આર્થિક પ્રવૃત્તિ પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી રહી છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જુલાઇના સમયગાળામાં વિવિધ સોર્સિસમાંથી રાજ્ય સરકારની આવકમાં 36 ટકાનો વધારો થયો છે. ગત વર્ષ (2020)ના સમાન સમયગાળાની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં સ્ટેમ્પ ડ્યુટી અને પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાંથી આવકમાં 148 ટકાનો વધારો થયો છે, જે આ વર્ષે એપ્રિલથી રિયલ એસ્ટેટ વ્યવહારોમાં ભારે ઉછાળો દર્શાવે છે.જુલાઈ, 2020ના મહિનામાં લોકડાઉન હતું, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી આવક 588 કરોડ રૂપિયા હતી. આ વર્ષે જુલાઈમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનથી આવક રૂપિયા 968 કરોડને આંબી ગઈ હતી. એપ્રિલથી જુલાઇના સમયગાળાને ધ્યાનમાં લેતા વર્ષ 2020માં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાંથી આવક 1,234 કરોડ રૂપિયા હતી. ચાલુ વર્ષે એપ્રિલ અને જુલાઈ વચ્ચે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીથી આવક 3,061 કરોડ રૂપિયા છે. સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન આવક એટલી પ્રભાવશાળી રહી છે કે, નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્ય સરકારે તેના વાર્ષિક અંદાજપત્રીય લક્ષ્યાંક રૂપિયા 8,700 કરોડની 34 ટકા કમાણી કરી છે. રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ 2020-21ના પ્રથમ ચાર મહિનામાં નોંધાયેલા મિલકત દસ્તાવેજોની સંખ્યા 1.94 લાખ હતી. રાજ્યમાં નોંધાયેલા વેચાણ કાર્યોની કુલ સંખ્યા 2021-22ના પ્રથમ ચાર મહિનામાં વધીને 4.07 લાખ થઈ છે, જે કુલ 110 ટકા ઉછાળો દર્શાવે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)