કેવડિયા કોલોની સ્થિત પ્રદેશ BJPની ત્રણ દિવસની કારોબારી બેઠક
Aastha Magazine
કેવડિયા કોલોની સ્થિત પ્રદેશ BJPની ત્રણ દિવસની કારોબારી બેઠક
રાજકારણ

કેવડિયા કોલોની સ્થિત પ્રદેશ BJPની ત્રણ દિવસની કારોબારી બેઠક

કેવડિયા કોલોની સ્થિત ટેન્ટ સિટીમા પ્રદેશ ભાજપની ત્રણ દિવસની કારોબારી બેઠક શરૃ થઈ રહી છે. આ સ્થળે સરકારી મોટર કાર, સ્ટાફ સાથે મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓના પ્રવેશ સામે પ્રદેશ ભાજપે મનાઈ ફરમાવી છે ! પ્રદેશ અધ્યક્ષ પાટીલ સહિતના હોદ્દેદારો મંગળવારે ટ્રેન મારફતે કેવડિયા પહોંચશે.

પ્રદેશ કારોબારીની આરંભે બુધવારે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તેમજ ગુજરાતના પૂર્વ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સમક્ષ રાજ્યની ભાજપ સરકાર, ભાજપનું પ્રદેશ સંગઠન પોતાની કામગીરીનું પ્રેઝન્ટેશન કરશે. જેના આધારે વિધાનસભા- ૨૦૨૨ની ચૂંટણીનો રોડ મેપ તૈયાર થશે.

ભાજપની પ્રદેશ કારોબારીમાં તમામ ધારાસભ્યો, સાંસદો સહિત ૩૦૦થી વધુ સભ્યોનોે સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ સહિત ઉત્તર- મધ્ય ગુજરાતના સભ્યોને રેલ્વે મારફતે, સૌરાષ્ટ્ર- કચ્છના સભ્યોને બસ દ્વારા અને દક્ષિણના સભ્યોને સામુહિક રીતે નાના વાહનોમાં સાથે આવવા કહેવાયુ છે. વિધાનસભા શાસકપક્ષના મુખ્ય દંડક પંકજ દેસાઈની સહીથી મોકલાયેલા આદેશપત્રમાં જો કોઈ મંત્રી, પદાધિકારી સરકારી કાર- સ્ટાફ સાથે કેવડિયા આવે તો દરવાજા પર જ ડ્રોપ થવાનું રહેશે.

સરકારી કાર અને સ્ટાફને પાછા મોકલવા પડશે. તેમના માટે કોઈ જ અલગથી વ્યવસ્થા કરવામાં આવી નથી. કેવડિયામાં ટ્રાફિક, ર્પાિંકગ અને સિક્યોરિટીના કારણોસર આ પ્રકારનો આદેશ થયાનું મનાય છે.

સુરત: કારોબારી બેઠકમાં ભાજપના ચૂંટાયેલા તમામ સભ્યોને ટેબલેટ આપવા પ્રદેશ ભાજપ દ્વારા નિર્ણય લેવાયો છે

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 08/03/2022

aasthamagazine

વિજય રૂપાણીનું મુખ્યમંત્રીની ખુરશી છોડવા નું શું કારણ ?

aasthamagazine

ગુજરાત : કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધી સ્ટાર પ્રચારક

aasthamagazine

કોઈ પણ કાયમી નથી, હું પણ નથી – સી. આર. પાટીલ

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

ભાજપે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને પાટીદાર વોટબેંક સિક્યોર કરવા સાથે આનંદી બેનને પણ મનાવી લીધા

aasthamagazine

Leave a Comment