



ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંમતમાં ફરી એક વાર વધારો ઝીકવામાં આવ્યો છે. 15 દિવસમાં જ સબ્સિડીવગરના એલપીજી સિલેન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. આજે એટલે કે, એક સપ્ટેમ્બરના રોજ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ અગાઉ પેટ્રોલિયમ કંપનીઓએ 18 ઓગસ્ટના રોજ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં હે 14.2 કિલોગ્રામનો સબ્સિડી વગરનો સિલેન્ડરમાં 25 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં હવે 14.2 કિલોનો સિલેન્ડર 884.50 રૂપિયા થઈ ગયો છે.જુલાઈ અને ઓગસ્ટમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. મે અને જૂનમાં ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. એપ્રિલમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત આ વર્ષે જાન્યુઆરીમાં 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ, એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરવામાં આવી હતી. માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી.સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ એલપીજીના ભાવમાં 73.50 નો વધારો કર્યો છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં મહત્તમ વધારો ચેન્નઈમાં કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ એલપીજીની કિંમત ₹ 73 વધીને 1623.50 થઈ છે. કોલકાતામાં કોમર્શિયલ એલપીજીની કિંમત ₹ 72.50 વધીને 1623 થઈ છે. મુંબઈમાં 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1579.50 રૂપિયા થઈ ગઈ છે અને ચેન્નઈમાં કોમર્શિયલ એલપીજી 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત તપાસવા માટે, તમારે સરકારી પેટ્રોલિયમ કંપનીઓની વેબસાઇટ પર જવું પડશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)