



આસારામની જામીન અરજીને દેશની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. સાથે જ ઠેરવ્યું છે કે જેલમાં જ તેમને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર મળે તેવી સુવિધા આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ ઇંદિરા બેનરજી, જસ્ટિસ બી. રામા સુબ્રમણ્યન તથા જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની ખંડપીઠે મંગળવારે આ ચુકાદો આપ્યો હતો.
કાયદાકીય બાબતોની વેબસાઇટ ‘લાઇવ લૉ’ના રિપૉર્ટ મુજબ, જસ્ટિસ ઇંદિરા બેનરજીએ આસારામ બાપુના ગુના ઉપર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે તેને સામાન્ય ગુનાની શ્રેણીમાં મૂકી ન શકાય.
જસ્ટિસ બેનરજીએ જામીન અરજીને નકારતાં કહ્યું, “આ પ્રકારની સ્થિતિમાં માફ કરશો, સમગ્ર કેસને જોવામાં આવે તો તે કોઈ સાધારણ ગુનો ન હતો. તમને તમારી આયુર્વેદિક સારવારની સુવિધા જેલમાં જ મળશે.”
“આયુર્વેદિક સારવાર ચાલુ રાખવામાં કોઈ સમસ્યા નથી. અમે જેલના અધિકારીઓને આદેશ આપીશું કે તમને આયુર્વેદિક સારવાર માટે મંજૂરી આપવામાં આવે.”
આસારામના વકીલે આયુર્વેદિક સારવાર માટે બે મહિનાના આગોતરા જામીનની માગ કરી હતી.
આ પહેલાં આસારામે રાજસ્થાન હાઈક્રોટમાં સજાને ઓછી કરવા તથા જામીન અરજીનો સ્વીકાર કરવા માટે અરજી કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)