



રાજકોટના રાંદરડા તળાવ પાસે રમણીય વિસ્તારમાં આવેલ અને પાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલયમાં ગઈકાલે આઠમના દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 36,582 મુલાકાતીઓએ ટિકિટ લઇને લાંબી લાઈનમાં ઉભા રહીને ઝૂમાં પ્રવેશ મેળવ્યો હતો તો સાતમને દિવસે પણ 21 હજાર લોકોએ અને આજે પણ 20 હજારથી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા 400થી વધુ પ્રાણીઓ નિહાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેમાં સાંજે છ વાગે એન્ટ્રી બંધ કરવામાં આવે છે છતાં પણ બે વર્ષ પહેલા એક દિવસમાં 26650 મુલાકાતી નોંધાયા હતા તે રેકોર્ડ તૂટયો છે.
આ ઉપરાંત રાજકોટના આજી ડેમ તથા ન્યારી ડેમ વિસ્તારમાં અને ત્યાં આવેલા વિશાળ ઉદ્યાનમાં બે દિવસમાં અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી જ્યાં એન્ટ્રી ફી નથી.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)