



સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ૯ ન્યાયાધીશોએ એક સાથે શપથ લીધા. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમન્ના તમામ ૯ જજીસને શપથ અપાવ્યા. શપથ લેનારાઓમાં ત્રણ મહિલા ન્યાયાધીશો પણ હતા. હવે સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા 33 થઈ ગઈ છે.
આજે જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, વિક્રમનાથ, જીતેન્દ્ર કુમાર મહેશ્વરી, હિમા કોહલી અને બી.વી. નાગરથનાએ શપથ લીધા. આ સિવાય જસ્ટિસ સીટી રવિકુમાર, એમએમ સુંદરેશ, બેલા.એમ.ત્રિવેદી અને પીએસ નરસિંહને પણ શપથ અપાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આ જજોના નામ સરકારને મોકલ્યા હતા, જે સ્વીકારવામાં આવ્યા હતા.
બારમાંથી સીધા જજ બન્યા
વકીલોને સુપ્રીમ કોર્ટમાં સીધા જજ બનાવવાની સત્તા બંધારણની કલમ 124 માંથી મળે છે. તદનુસાર, તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે છે. જે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી હાઇકોર્ટના જજ રહી ચૂક્યા છે. અથવા હાઇકોર્ટમાં ઓછામાં ઓછી 10 વર્ષની પ્રેક્ટિસ. અથવા, રાષ્ટ્રપતિના મતે, મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટે હજુ સુધી ત્રીજા વર્ગના જજ બનાવ્યા નથી. જે વકીલો સીધા જજ બન્યા છે તેઓ બીજી કેટેગરીમાંથી આવે છે એટલે કે વકીલાત વ્યવસાયમાંથી.
મહિલા જજમાં એક જસ્ટિસ નાગરત્ના પણ છે જેઓ 2027માં દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ સામેલ છે. આ ઉપરાંત જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ છે જે બારથી સીધા સુપ્રીમ કોર્ટમાં એપોઈન્ટ થયા છે.
જસ્ટિસ વિક્રમ નાથ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે પણ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધી. તેઓ આ અગાઉ અલાહાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તે પહેલા તેમનું નામ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભલામણ કરાયું હતું પરંતુ ત્યારે કેન્દ્રએ આ ભલામણને નામંજૂર કરી હતી. 2020માં કોરોના મહામારી દરમિયાન તેઓ દેશના પહેલા ચીફ જસ્ટિસ હતા જેમણે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ કાર્યવાહી શરૂ કરી હતી.
જસ્ટિસ બેલા ત્રિવેદી
ગુજરાત હાઈકોર્ટમાં 9 ફેબ્રુઆરી 2026થી જજ તરીકે કાર્યરત હતા. 2011માં હાઈકોર્ટમાં એડિશનલ જજ હતા અને ત્યાર પહેલા રાજસ્થાન હાઈકોર્ટમાં પણ એડિશનલ જજ રહી ચૂક્યા છે. તેમનું આખું નામ બેલા મનધૂરિયા ત્રિવેદી છે.
જસ્ટિસ બીવી નાગરત્ના
જસ્ટિસ નાગરત્ના 2008માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. 2010માં તેમને પરમેનન્ટ જજ તરીકે નિયુક્ત કરાયા હતા. 2012માં ફેક ન્યૂઝના વધતા કેસને જોતા જસ્ટિસ નાગરત્ના અને અન્ય જજોએ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે મીડિયા બ્રોડકાસ્ટિંગને રેગ્યુલેટ કરવાની સંભાવનાઓની તપાસ કરે. જો કે તેમણે મીડિયા પર સરકારી નિયંત્રણના જોખમથી પણ માહિતગાર કર્યા હતા.
જસ્ટિસ હિમા કોહલી
તેલંગણા હાઈકોર્ટના જજ હતા. તેઓ આ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બનનારા પહેલા મહિલા જજ પણ હતા. દિલ્હી હાઈકોર્ટમાં પણ જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ કોહલી ભારતમાં લીગલ એજ્યુકેશન અને લીગલ મદદ સંલગ્ન પોતાના ચુકાદા માટે જાણીતા છે. દિલ્હી હાઈકોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે દ્રષ્ટિની સમસ્યાવાળા લોકોને સરકારી શિક્ષણ સંસ્થાનોમાં સુવિધાઓ આપવા સંબંધિત ચુકાદો આપ્યો હતો
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
9 new Supreme Court judges sworn in