In Rajkot district, the school dropout rate for girls is as high as 9.82%
Aastha Magazine
In Rajkot district, the school dropout rate for girls is as high as 9.82%
રાજકોટ

રાજકોટ જિલ્લામાં કન્યાઓનો શાળા છોડવાનો દર ૩.૮ર ટકા જેટલો ઉંચો

રાજકોટ જિલ્લામાં ધો.૧થી ૮ માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩.૮૨% દર વર્ષે અધુરૂ શિક્ષણ છોડી જતા સરેરાશ ૨૫૦૦થી ૩૦૦૦ બાળકોે રાજકોટ જિલ્લામાં ૮૬૦ જેટલી સરકારી અને ૪પ૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ છે. વર્ષ ર૦૧પ – ૧૬માં ૧.૯૬ ટકા શાળા છોડવાનો દર હતો તે ર૦૧૯ – ર૦માં વધીને ર.૯૮ ટકા થઈ ગયો છે. મતલબ કે ૧૦૦ બાળકો અભ્યાસ માટે દાખલ થાય છે તેમાંથી ધો. ૮ સુધીનો અભ્યાસ પુરો થાય એ પહેલા ૩ જેટલા બાળકો શાળા છોડી દે છે. કન્યા કેળવણી માટે સરકાર અનેક યોજનાઓ લાવી રહી છે આમ છતાં કન્યાઓને અભ્યાસ માટે પુરતુ પ્રોત્સાહન મળતુ નથી. રાજકોટ જિલ્લામાં કન્યાઓનો શાળા છોડવાનો દર ૩.૮ર ટકા જેટલો ઉંચો રહયો હોવાનું એક અહેવાલમાં સામે આવ્યુ છે.

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આશરે ૧.રપ લાખ જેટલા બાળકો અભ્યાસ કરે છે તે રીતે ગણતરી કરવામાં આવે તો સરેરાશ રપ૦૦ થી ૩૦૦૦ જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ પુરૂ કર્યા વિના જ અભ્યાસ છોડી રહયા છે સરકારી શાળાઓમાં તો શિક્ષણ ફ્રી હોવા છતાં બાળકો અભ્યાસ છોડવા મજબુર બની રહયા છે. એક તરફ શિક્ષણનો વ્યાપ વધારવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શાળાનો ડ્રોપ આઉટ રેશિયો નીચો લાવી શકાતો નથી.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
In Rajkot district, the school dropout rate for girls is as high as 9.82%

Related posts

Speed News – 10/03/2022 | Aasthamagazine.News

aasthamagazine

Speed News 17/01/2022

aasthamagazine

રાજકોટ : સિટી બસ–બીઆરટીએસમાં રક્ષાબંધન પર્વે બહેનોને વિનામૂલ્યે મુસાફરી

aasthamagazine

અરિહંત ઇન્ટર. કુરિયર સર્વિસ હવે રાજકોટ ખાતેથી પણ સેવા ઉપલબ્ધ

aasthamagazine

રાજકોટની સુધા ધામેલીયા મહિલા યુવાનોને ડ્રગ્સના નશાની લતે ચઢાવે છે

aasthamagazine

રાજકોટ : આજી ડેમમાં ફક્ત ૧૫ દિવસનું પાણી બચ્યું

aasthamagazine

Leave a Comment