



ગુજરાતના સ્થાનિક ડેમના તળીયા દેખાતા હવે ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈની મોટી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો કે આ તમામ વાતો વચ્ચે હવામાન ખાતાએ સારા સમાચાર આપ્યા છે.બંગાળની ખાડીમાં લોપ્રેસર સર્જાતા વરસાદની આગાહી હવામાન વિભાગે જનમાષ્ટમીથી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદની સંભાવના સર્જાઈ છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The meteorological department expressed the possibility of rain in the state