Private buses have increased fares over the festivals
Aastha Magazine
Private buses have increased fares over the festivals
ગુજરાત

તહેવારોને લઈ ખાનગી બસોએ ભાડામાં વધારો કરી દીધો

જન્માષ્ટમી અને સાતમ-આઠમના તહેવારોને લઈ સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસો અને એસટી બસોમાં મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ, પોરંબદર, દ્વારાકા, સોમનાથ, જામનગર અને જુનાગઢ તરફ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યાં છે. મુસાફરોની ભીડને લઈ ખાનગી બસો તેમજ એસટી બસોએ એકસ્ટ્રા બસો મુકવાની જરૂર પડી છે.

લોકોની ભીડને જોતા ખાનગી બસોએ પોતાના ભાડામાં વધારો કરી દીધો છે. ખાનગી બસોના ભાડાની જો વાત કરીએ તો, રાજકોટનું બસ ભાડું 600 રૂપિયા, પોરબંદરનું ભાડું 800થી 1000 રૂપિયા, સોમનાથ અને દ્વારકાનું બસ ભાડું 1000થી 1200 અને જામનગર અને જૂનાગઢનું ભાડું 800થી 1000 રૂપિયા સુધી ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસુલવામાં આવે છે. અમદાવાદ સરખેજ ઉજાલા ચોકડી પાસે મુસાફરો એકઠા થતા મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Private buses have increased fares over the festivals

Related posts

કેશોદમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે. : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા

aasthamagazine

હવામાન વિભાગે જારી કર્યું યેલો એલર્ટ, વરસાદ અને ઠંડીની આગાહી

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 26/01/2022

aasthamagazine

સીરામીક માટીના ગાંધીજીના ભિતચિત્રને અમિત શાહે ખૂલ્લું મૂક્યું

aasthamagazine

Speed News – 11/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 11%નો વધારો

aasthamagazine

Leave a Comment