Yogi Adityanath: Mathura for darshan on the occasion of Janmashtami festival
Aastha Magazine
Yogi Adityanath: Mathura for darshan on the occasion of Janmashtami festival
ધાર્મિક-ધર્મયાત્રા

યોગી આદિત્યનાથ : જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દર્શન કરવા માટે મથુરા

ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સોમવારે ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી તહેવાર નિમિત્તે દર્શન કરવા માટે મથુરા જશે. ઉપરાંત તેઓ મથુરાના રામલીલા મેદાનમાં રવિવારથી ત્રણ દિવસીય કૃષ્ણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે તે કાર્યક્રમમાં પણ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે,ઉત્તર પ્રદેશ બ્રજ તીર્થ વિકાસ પરિષદના સીઈઓ નાગેન્દ્ર પ્રતાપે (CEO Nagendra pratap) આ માહિતી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન કાઉન્સિલ, રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બપોરે 3.30 વાગ્યે મથુરા આવશે અને તેઓ કૃષ્ણ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા રામલીલા મેદાન જશે. મુખ્યમંત્રી લગભગ 90 મિનિટ સુધી મથુરાના કાર્યક્રમમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ શ્રી કૃષ્ણ જન્મસ્થાન મંદિરોની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાની મુલાકાતને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.CM યોગીનો કૃષ્ણ જન્માષ્ટમી કાર્યક્રમ કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મથુરાની (Mathura) મુલાકાત કરશે,તેના કાર્યક્રમ મુજબ તેઓ સોમવારે બપોરે 3:20 વાગ્યે મથુરા પહોંચશે. તમને જણાવી દઈએ કે, તે મુખ્યમંત્રી બપોરે 1:55 વાગ્યે લખનૌથી રવાના થશે.ઉપરાંત 4:35 વાગ્યે CM યોગી કૃષ્ણ જન્મભૂમિની મુલાકાત લેશે અને પૂજા બાદ CM યોગી સવારે 4:55 વાગ્યે હેલીપેડ ઓમ પેરેડાઇઝ માટે શ્રી કૃષ્ણ જન્મભૂમિથી રવાના થશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ જ હટાવી દેવાઈ

aasthamagazine

હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી નિમાયા: પ્રેમ સ્વરૂપદાસ સ્વામીજી અને પ્રબોધ જીવન સ્વામીજી મુખ્ય ગાદીપતિ નિમાયા

aasthamagazine

ભાદરવી પૂર્ણિમા : યાત્રાધામ અંબાજીમાં સંઘ પહોંચ્યા

aasthamagazine

શ્રાદ્ધમાં શું કરવુ અને શું ન કરવુ જોઈએ?

aasthamagazine

पूजा करते समय शिर क्यो ढका जाता है?

aasthamagazine

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

aasthamagazine

Leave a Comment