



રાજકોટથી દ્વારકા જતા યાત્રીકોની સુવિધા માટે રાજકોટ-ઓખા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. રાજકોટથી દ્વારકા દર્શન માટે દર્શન માટે જતા યાત્રીકોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રેલવે દ્વારા પોરબંદર-સોમનાથ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાને કારણે બંધ હતી ટ્રેન
મહત્વનું છે કે કોરોનાને કારણે અનેક ટ્રેન બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે રેલવેએ પોતાની સેવાઓ શરૂ કરી છે. જેથી દ્વારકા જતા યાત્રીકો માટે રાજકોટ-ઓખા ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન અને પોરબંદર-સોમનાથ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The train will start between Rajkot-Okha