



સૌરાષ્ટ્ર્રમાં એક એવી માન્યતા કે કહેવાની પરંપરા છે કે જન્માષ્ટ્રમી પર્વના દિવસોમાં જુગાર રમવો, પત્તાપ્રેમી શોખીનો જન્માષ્ટ્રમીની રજાઓમાં જુગાર સાથે ટાઈમપાસ મહેફિલો જમાવતા હોય છે અને જલ્સા કરતા હોય છે આવી મહેફિલો પોલીસ માટે પણ જલ્સાવાળી બની રહે છે, આ ચાર દિવસો દરમિયાન રમાનારી બાજીઓમાં પોલીસ પણ બંધબાજીએ કાર્યવાહીના નામે રમી લેશે.પંટરો, ખેલંદાઓ રમતા હોય છે પરંતુ જન્માષ્ટ્રમી પર્વ પર નવાણિયાઓ કે પત્તા શોખીનો પણ ઘરઘરાઉ મહેફિલો માંડીને જુગારમાં ઝંપલાવે છે.કહેવાતી માન્યતામાં મહિલાઓ પણ જુગાર રમવાની ટ્રીક જન્માષ્ટ્રમી પર્વ પર તાજી કરી લેતી હોય છે. પુરુષો, મહિલાઓની જુગારની મહેફિલો મકાનો, ફલેટ કે આવા સ્થળો બધં બારણે ચાલતી હોય છે આમ છતા પોલીસને પણ ત્યાં સુધીની ગધં પણ મળી જતી હોય છે.મહત્તમ તો ક્રીમ એરિયામાં રમાતા જુગારમાં જો કન્ટ્રોલરૂમ કે ઉચ્ચ અધિકારીઓ સુધી માહિતી ન પહોંચી હોય કે તેમની સૂચના વિના અંગત રીતે માહિતી મળી હોય તો આવા સ્થળોએ જનારી પોલીસ પોતાની રીતે ધારે એ રીતે કરે કે કરી આપે છે.જુગારમાં આ ચાર દિવસ દરમિયાન મહિલાઓના નામે કમી કરવા કે અન્ય માથા કે વ્યકિતઓને જુગારમાં નહીં બતાવવાના ભાવ બોલાય છે. સાથે સાથે પટ્ટમાં મોટી રકમ હોય કે કેટલી હોય કેટલી બતાવવી એ પણ પોલીસ જો બધી રકમ બનાવશું તો આમ થશે તેમ થશે કવોલિટી કેસ ગણાશે સહિતના પોલીસની ભાષામાં સમજાવીને નાની રકમ બતાવવા પટ્ટમાં રહેલી રકમ લઈ લેવા ઉપરાંત પર્સ પણ ખંખેરી લેવામાં આવે છે અને બધં બાજીએ બધું પુરું કરી નાખવા (એટલે કે કેસ નહીં કરવાના પણ અલગ) થતા હોય છે.
જો કેસ થાય તો તુરતં જ જામીન મુકત કરી દેવાના પણ માથાદીઠ ભાવ બોલાતા હોય છે જો ત્યાં જ ચૂકવણું થઈ જાય તો તુરતં જ જામીન પણ મળી જતા હોય છે. સરવાળે જન્માષ્ટ્રમી પર્વ જુગાર રસિયા અને પોલીસ બન્ને માટે જલ્સા જેવું બની જાય છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Timepass mehfils with gambling on Janmashtram holidays