



ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તારીખ 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ધૂમધામપૂર્વક તેમજ સરકારની ગાઇડલાઇન જેમકે માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
આ અંગે મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે સરકારની ગાઈડલાઈન મુજબ અમે મંદિરના હોલમાં માત્ર 200 દર્શનાર્થીઓને એક સમયે દર્શન કરવા દેવામાં આવશે.
તારીખ 30ના રોજ જન્માષ્ટમીના દિવસે મંદિરનો કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે ચાર વાગ્યે મંગળા આરતીથી મંદિરના કાર્યક્રમની શરૂઆત થશે. સવારે આઠ વાગ્યે ભગવાનના સ્પેશિયલ શ્રુંગાર દર્શન થશે. સવારે 9 વાગ્યે ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવશે અને સવારે 9 થી રાતના 9 સુધી 56 ભોગ દર્શન દર્શનાર્થીઓ માટે રાખવામાં આવશે. જન્માષ્ટમી ઉપર વિશેષ પ્રવચન મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવા પ્રભુજી દ્વારા સવારે 10 વાગે આપવામાં આવશે.
બપોરે 12 વાગ્યે રાજભોગ આરતી કરવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે અને મંદિરમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે મહામંત્ર નું કીર્તન ચાલુ રહેશે.
રાત્રે 8 વાગ્યે મંદિરના ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ દ્વારા જગાઇ માધાઇનો ઉદ્ધાર પર નાટક રજુ કરવામાં આવશે. રાત્રે 10 થી રાત્રે 12 વાગ્યા સુધી ભગવાનનો અભિષેક કરવામાં આવશે અને રાત્રે 12 વાગ્યે ભગવાનનું અવતરણ થશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
ISKCON Temple Rajkot: God will be anointed and God will be quoted at 12 o’clock at night.