



આજે આખા દેશમાં જન્માષ્ટમીનુ પર્વ 30 ઓગસ્ટના રોજ મનાવવામાં આવી રહી છે. મથુરા સહિત દેશના કૃષ્ણ મંદિરોમાં આજે સવારથી જ ‘હરે રામા હરે કૃષ્ણા’ના જયકારા ગુંજી રહ્યા છે. જો કે કોરોના સંકટના કારણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પર ભવ્ય કાર્યક્રમ નથી થઈ રહ્યા પરંતુ આજના આ પાવન પર્વ પર દેશભર અને દુનિયાના શ્રીકૃષ્ણ મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે.
આ શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ છે, ‘સૌ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. જય શ્રીકૃષ્ણ!’ વળી, મહામહિમ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ, ‘જન્માષ્ટમીના શુભ અવસર પર સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણના જીવન-ચરિત વિશે જાણવા અને તેમના સંદેશો પ્રત્યે સ્વયંને સમર્પિત કરવાનો અવસર છે. મારી કામના છે કે આ તહેવાર બધાના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંચાર કરે.’
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Janmashtami: President Kovind and PM Modi sent best wishes to the countrymen