



કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે
આતંકવાદીઓએ 24 થી 36 કલાકમાં કાબુલને નિશાન બનાવી શકે તેવી અમેરિકી પ્રમુખ જો બાયડની ચેતવણી સાચી પડી છે.
કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે.
આ વિસ્ફોટમાં કેટલું નુકશાન થયું છે તેની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. એરપોર્ટ પાસે ધૂમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. આ પહેલા 26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં 170 લોકોના મોત થયા હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Rocket attack in the area near Kabul airport