



કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સગા ભાણેજનો આજે નખત્રાણાના કોટડા જડોદર પાસેથી કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હોન્ડા કારમાંથી મૃતદેહની સાથે એક રિવોલ્વર પણ મળી આવી છે. ત્યારે પોલીસે આ બનાવનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.કચ્છના સાંસદ વિનોદ ચાવડાના 23 વર્ષીય ભાણેજ અક્ષય લોચાનો આજે નખત્રાણાના કોટડા જડોદર ગામ પાસે વાડી વિસ્તારમાં આવેલા ભાટનગર પાસેથી પોતાની હોન્ડા કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને કારમાંથી એક રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે કાર્યવાહી હાથ ધરી છે.અક્ષય થોડા દિવસ પહેલા જ USમાં પોતાનો ડોકટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. ત્યારે આજે અચાનક જ પોતાની હોન્ડા કારમાંથી લોહીલુહાણ હાલતમાં અક્ષયનો મૃતદેહ અને સાથે રિવોલ્વર પણ મળી આવતા મોતને લઈ સવાલ ઉઠ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં આ બનાવ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હતભાગી નખત્રાણા તા.ના દેવપર યક્ષ ગામનો રહેવાસી છે. જ્યારે સાંસદ નજીકના સુખપર ગામના વતની છે.અક્ષયની શંકાસ્પદ હાલત મોત થયાની જાણ થતા જ સાંસદ વિનોદ ચાવડા નખત્રાણા CHC પર પહોંચ્યા હતા. સાંસદ ઉપરાંત મૃતકના અન્ય પરિવારજનો પણ હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Suspicious death of nephew of Kutch MP Vinod Chavda