



દેશની રાજધાની દિલ્હીમાં આગામી વર્ષે MCD ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રવિવારના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પક્ષના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ભાજપ પર MCDની સંપત્તિ વેચવાનો આરોપ લગાવ્યો હતો. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ભાજપને ખબર પડી ગઈ છે કે, હવે તે MCD છોડવા જઇ રહી છે અને તેથી જ ભાજપ MCDની મિલકત કોડીના ભાવે વેચીને ભાગવાનો પ્રયાસ કરી રહી છે.સૌરભ ભારદ્વાજે કહ્યું કે, MCDથી રસ્તામાં ભાજપ 10 હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજીસ વેચી રહ્યું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે, MCD ઉત્તર દિલ્હી હેઠળની 10 હોસ્પિટલ્સ અને મેડિકલ કોલેજીસને કેન્દ્ર સરકારને વેચવા માંગે છે. એક તરફ દિલ્હી સરકાર 7 નવી હોસ્પિટલ્સ અને સાડા છ હજાર નવા ICU બેડ બનાવવાની વાત કરી રહી છે, જેની સામે દિલ્હીની MCD હોસ્પિટલ્સ વેચવાની વાત કરી રહી છે.સૌરભ ભારદ્વાજે કહ્યું કે, જે રીતે ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતિ દરમિયાન ઘરના ઘરેણા વેચવા પડે છે, તેવી જ રીતે ભાજપ MCD હોસ્પિટલ્સ વેચી રહી છે. MCDમાં બેઠેલા ભાજપે કોર્પોરેશનની હાલત એવી કરી છે કે, તેમને હોસ્પિટલ્સ પણ ચલાવી શકતા નથી, હવે ભાજપનો પ્રયાસ છે કે આ 10 હોસ્પિટલ્સને કેન્દ્ર સરકારને વેચી દે, જેથી તેનો ખર્ચ બચી શકે અને MCDને કેટલાક પૈસાની આવક થાય. MCDમાં બેઠેલી ભાજપ દરેક બાબતમાં નિષ્ફળ રહી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
BJP is preparing to sell 10 MCD hospitals: Delhi govt accused