The government will give Rs 3 crore to Bhavina Patel, who won silver in the Paralympics
Aastha Magazine
The government will give Rs 3 crore to Bhavina Patel, who won silver in the Paralympics
રાષ્ટ્રીય

પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને સરકાર 3 કરોડ આપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા માટે ‘દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. રવિવારના રોજ ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસ ક્લાસ 4 ઇવેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં ભાવિના પટેલ ચીનની ઝોઉ યિંગ સામે હારી ગઇ હતી, તેમ છતાં, તે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવવામાં સફળ રહી.ભાવિના પટેલની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટમાં કહ્યું, ‘અસાધારણ … ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેણે દેશ માટે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો છે. તેણીની જીવનયાત્રા પ્રેરણાદાયી છે અને તે યુવાનોને રમતગમત તરફ આકર્ષિત કરશે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે કહ્યું છે કે, ભાવિના પટેલના સિલ્વર મેડલે ઈતિહાસ રચ્યો છે, તે પણ રાષ્ટ્રીય રમત દિવસ પર. મારા માટે આનાથી મોટી ખુશીની વાત શું હશે કે એક મહિલા ખેલાડીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ ખાતું ખોલાવ્યું છે. તે પણ આવી મહિલા ખેલાડી જે વ્હીલ ચેરનો ઉપયોગ કરે છે.ભાવિના પટેલ ગુજરાતના વડનગરના સુંઢીયાની રહેવાસી છે. ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલ ગુજરાતના મહેસાણા જિલ્લામાં નાની કરિયાણાની દુકાન ચલાવે છે. હસમુખભાઈ પટેલે દીકરીના સિલ્વર મેડલ અંગે જણાવ્યું હતું કે, “તેણીએ દેશનું નામ રોશન કર્યું છે. તે ગોલ્ડ મેડલ નથી લાવ્યો પણ અમે સિલ્વર મેડલથી પણ ખુશ છીએ.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The government will give Rs 3 crore to Bhavina Patel, who won silver in the Paralympics

Related posts

બિપિન રાવતના નિધન બાદ આ નામ પર વાગી શકે છે આગામી CDS તરીકેની મહોર

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/03/2022

aasthamagazine

જુલાઈમાં 8 વાર વધ્યા પેટ્રોલના ભાવ

aasthamagazine

ટોક્યો ઓલિમ્પિકમાંથી પરત ફર્યા બાદ નીરજ ચોપડા બીમાર

aasthamagazine

રેલવે : 300થી વધુ ટ્રેનોમાં વેઇટિંગ

aasthamagazine

વિપક્ષ OBC બિલ મામલે મોદી સરકારની સાથે

aasthamagazine

Leave a Comment