



કોરોના સામેના જંગમાં ભારતે શુક્રવારે એક જ દિવસમાં એક કરોડ રસીના ડોઝ લગાવીને ઈતિહાસ સર્જયો છે.
પીએમ મોદીથી માંડીને વિવિધ મહાનુભાવોએ આ માટે સ્વાસ્થ્ય કર્મીને અભિનંદન આપ્યા છે તો બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને પણ ભારતને અભિનંદન આપ્યા છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં પુખ્ત વયના લોકની જેટલી વસતી છે તે પૈકીના 50 ટકા લોકોને વે્કસીનનો ઓછામાં ઓછો એક ડોઝ મુકાઈ ચુકયો છે. બીજી તરફ ગઈકાલે એક કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને આ ખરેખર ઐતિહાસિક બાબત છે.તેમાં સામેલ થયેલા હજારો સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન.
બીજી તરફ પીએમ મોદીએ પણ આ સિધ્ધિ બદલ ખુશી વ્યક્ત કરીને કહ્યુ છે કે, રેકોર્ડ બ્રેક રસીકરણ થયુ છે અને એક દિવસમાં એક કરોડ ડોઝ મુકવા તે એક સિધ્ધિ છે. રસી મુકનાર અને રસી મુકાવીને આ અભિયાનને સફળ બનાવનારા તમામને અભિનંદન.
ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યુ છે કે, એક દિવસમાં એક કરોડ વેક્સીનનો આંકડો ભારતની દ્રઢ ઈચ્છા શક્તિ અને અપાર ક્ષમતાનુ પ્રતિક છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)