અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે
Aastha Magazine
અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે
ગુજરાત

અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના સાણંદના શહેર પાસે નિધરાડ ગામમાં પોષણ અભિયાન હેઠળ મિઠાઇ વહેંચવાના એક કાર્યક્રમમાં ભાગ બનશે. આ અભિયાન 2022 સુધી ચાલશે. કેંદ્ર સરકારની આ યોજનાનો હેતું દેશમાંથી કુપોષણ મુક્ત કરવાનો છે. તમને જણાવી દઇએ કે 5 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હતા. તે અહીં પીએમ મોદી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટ હેઠળ લોકાર્પણ કરવાના હતા. જોકે હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે તે વર્ચુઅલી આ કાર્યક્રમમાં સામેલ થશે.
અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે. ખાસકરીને અમદાવાદ જિલ્લા તથા પોતાના લોકસભા ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યોનું નિરિક્ષણ કરશે. અમિત શાહ શનિવારે સાંજે અમદાવાદ કલેક્ટર ઓફ્સિમાં જિલ્લાના વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિની બેઠકમાં સામેલ થશે. દિશાનો હેતુ જિલ્લાના વિકાસ કાર્યોને લઇને ધારાસભ્યો, સાંસદો અને વહિવટીતંત્ર વચ્ચે સારો તાલમેલ બેસાડવાનો છે, જેથી કામ સુચારૂ રૂપ ચાલે છે. આ બેઠકમાં ધારાસભ્યો, કોર્પોરેશન, નગર પાલિકાઓ અને જિલ્લા પંચાયતોના પ્રમુખ સામેલ છે. તે પોતાના ત્યાં થયેલા વિકાસ કાર્યો વિશે જણાવશે. તમને જણાવી દઇએ કે અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે. અમદાવાદ જિલ્લા તથા શહેરના ઘણા ભાગ તેમના મતવિસ્તારમાં આવે છે.
અમિત શાહ 29 ઓગસ્ટના રોજ દક્ષિણ પશ્વિમ ક્ષેત્રમાં અમદાવાદ નગર નિગમ દ્વારા કરવામાં આવી રહેલા વિભિન્ન વિકાસ કાર્યોની સમીક્ષા બેઠકમાં સામેલ થશે. આ બેઠક બોડકદેવ કાર્યાલય પર રાખવામાં આવી છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આર સી ફળદુ ગુજરાતના નવા મુખ્ય મંત્રી બની શકે ?

aasthamagazine

જનસેવાની પરિશ્રમ યાત્રા દરમ્યાન ખેડૂતો માટે મહત્વના નિર્ણયો : રાઘવજી પટેલ

aasthamagazine

ગુજરાત : નવા મંત્રીઓની ઓફીસ ફાળવણી ની કાર્યવાહી વિલંબિત

aasthamagazine

ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે કરી CM સાથે ખાસ મુલાકાત

aasthamagazine

પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચાય તો ફરી આંદોલન : હાર્દિક પટેલ

aasthamagazine

Dr.Mehul Mitra સાથે મુલાકાત. – 04/02/2022 | Aasthamagazine.News

aasthamagazine

Leave a Comment