રાજકોટ : આર.કે ગ્રુપ ૩૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા
Aastha Magazine
રાજકોટ : આર.કે ગ્રુપ ૩૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા
રાજકોટ

રાજકોટ : આર.કે ગ્રુપ ૩૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા

આર.કે ગ્રુપ પર આવકવેરા વિભાગ ના સર્ચ ઓપરેશન દરમિયાન સ્થાવર મિલકત અને વિવિધ પ્રોજેકટમાં ૩૫૦ કરોડ ના બિન હિસાબી વ્યવહારો આવકવેરા વિભાગના હાથમાં લાગ્યા છે. આ ઉપરાંત ૬.૪૦ કરોડ ની રોકડ,૨ કરોડની જવેલરી,૪ કરોડ ની પ્રોમીસરી નોટ, આ ગ્રુપ દ્રારા જમીન ખરીદીમાં ૧૫૪ કરોડના વ્યવહાર મળી આવ્યા છે જેમાં ૧૪૪ કરોડ રોકડ માં ચૂકવ્યાનો ઘટસ્ફોટ થયો છે. સર્ચ ઓપરેશન દરમિયાન ૨૫ લોકરો કરો મળી આવ્યા છે જેને સીલ કરવામાં આવ્યા છે.આકારાણી વર્ષેામાં ૩૦૦ કરોડના બિનહિસાબી દસ્તાવેજો મળ્યા છે.જેની તપાસ હજુ ચાલુ છે. અગ્રણી બિલ્ડર અને તેની સાથે સંબંધિત ભાગીદારો મળી ૪૦ થી વધુ જગ્યા એ ૪ દિવસ થી તપાસ ચાલી રહી હતી. હજુ આ કરચોરીની રકમનો આંકડો વધી શકે તેવી સંભાવના આવકવેરા વિભાગએ વ્યકત કરી છે. ચાર દિવસ સુધી ચાલેલી તપાસ દરમિયાન આવકવેરા વિભાગ દ્રારા જે રીતે થોંકબધં દસ્તાવેજો અને બિનહિસાબી વ્યવહારોની સાચવવા માટે જે એપી સેન્ટર આર.કે. બિલ્ર્ડરની ઓફિસમાંથી મળી આવ્યુ ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠા હતા સોનવાણી ગ્રૂપને ત્યાંથી ૧૦૦ કરોડની કરચોરીના વ્યવહારો ખુલ્યા હતા અને ત્યારે બાદ અત્યાર સુધીમાં ૩૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રાજકોટ માં આર.કે. ગ્રુપ સિવાય અન્યત્ર ઈન્કમટેક્ષની સ્થળ તપાસ પુરી થતા સાથે નિવેદનની કામગીરી શ કરવામાં આવી છે.કોથળા ભરીને દસ્તાવેજો અને અન્ય સાહિત્ય આવકવેરા વિભાગની કચેરીમાં ઠલવાયું છે ,કરોડો પિયાની કરચોરી બહાર આવે તેવી શકયતા છે. રાજકોટના જાણીતા આર.કે અને ગંગદેવ ગ્રુપ પણ ચાલી રહેલા ઈન્કમટેકસના દરોડામાં આજે સ્થળ તપાસ પૂરી થવાની તૈયારીમાં છે રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગે અમદાવાદ સુરત વડોદરા જામનગર સહિતના ૩૫૦ જેટલા ઇન્સ્પેકટરો ને બોલાવીને ૪૫ જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધયુ હતું માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર વર્ષનું સૌથી મોટું ઓપરેશન હતું.આવકવેરા વિભાગની ગાડીઓમાં આ તમામ દસ્તાવેજો ઠેલા ભરી ભરીને વિંગની ઓફીસમાં ઠલવાયા હતા.લાંબા સમય બાદ આવકવેરા વિભાગ દ્રારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે અપેક્ષા મુજબ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં આવકવેરા વિભાગને મોટાભાગે સફળતા મળી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 05/04/2022

aasthamagazine

રાજકોટ : ગણેશ મહોત્સવને લઇને ગણેશોત્સવના આયોજકો માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું

aasthamagazine

રાજકોટ : ‘ઇમ્પિરિયલ પેલેસમાં ફૂડશાખાએ ચેકિંગ કરીને નોટિસ ફટકારી

aasthamagazine

રાજકોટ-ઓખા વચ્ચે શરૂ થશે ટ્રેન

aasthamagazine

રાજકોટ એક્સેસ ડિવાઇડર સાથે અથડાયું, બે યુવકનાં મોત

aasthamagazine

રાજકોટ : UKથી આવતા રાજકોટના પ્રૌઢ કોરોના પોઝિટિવ

aasthamagazine

Leave a Comment