



ભારતીય રેલવે સપ્ટેમ્બરમાં સ્પેશિયલ ઇકોનોમી એસી ૩–ટાયર કોચ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ ભાડું સામાન્ય એસી ૩–ટાયર કરતા ૮ ટકા ઓછું નક્કી કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આ ખાસ કોચ સ્લીપર કલાસના મુસાફરો માટે છે, તેથી ભાડું એક મુશ્કેલ મુદ્દો હતો કારણ કે તે સામાન્ય એસી ૩–ટાયર ભાડા કરતા ઓછો હોવો જોઈએ પરંતુ સ્લીપર કલાસના ભાડા કરતા વધારે હોવો જોઈએ. ૩૦૦ કિમી સુધીનું બેઝ ભાડું ૪૪૦ રૂપિયા હશે, જે અંતરની દ્રષ્ટ્રિએ સૌથી ઓછું છે, યારે સૌથી વધુ બેઝ ભાડું ૪,૯૫૧ થી ૫,૦૦૦ કિમી માટે ૩,૦૬૫ પિયા છે.રેલવેએ અગાઉ દાવો કર્યેા હતો કે એસી ૩–ટાયર ઇકોનોમી કોચને ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યા છે કારણ કે તે સૌથી સસ્તા ભાવે શ્રે એસી મુસાફરી ઓફર કરશે. રેલવેની યોજના મુજબ, આ નાણાકીય વર્ષ સુધીમાં આ વર્ષે અથવા આવતા વર્ષની શઆત સુધીમાં લગભગ ૮૦૬ નવા કોચ તૈયાર કરવાના છે. ૨૦૨૧ અથવા ૨૦૨૨ ના અતં સુધીમાં અમારી પાસે ૮૦૬ અઈ ૩–શિંય િઇકોનોમી કલાસ કોચ હશે. તમામ કોચ ફેકટરીઓ આ કોચ બનાવવા માટે સાથે મળીને કામ કરશે. રેલવે ભવિષ્ય માટે સ છે અને તે સુનિશ્ચિત કરશે કે તમામ મુસાફરોને પહેલા કરતા વધુ સારી મુસાફરીનો અનુભવ મળે.માત્ર એસી અને ભાડું આ કોચની વિશેષતાઓ નથી, કારણ કે રેલવેએ વધુ સારી ડિઝાઇન, દરેક બર્થ માટે અલગ એસી વેન્ટ વગેરેનું વચન આપ્યું હતું. આ વિશિષ્ટ્ર કોચની સુવિધાઓમાં બેઠકોની મોડુલર ડિઝાઇન, વ્યકિતગત વાંચન પોઇન્ટ, મોબાઇલ ચાજિગ પોઇન્ટ અને વધુનો સમાવેશ થાય છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)