



બંગાળની ખાડીમાં દક્ષિણ ઓડીશાને લાગુ ઉતરીય આંધ્રપ્રદેશના દરીયાકાંઠા નજીક લો-પ્રેસર સર્જાયુ છે અને તેને સંલગ્ન અપર એર સાયકલોનિક સરકયુલેશન 5.8 કિલોમીટરના લેવલે વધતી ઉંચાઇએ છે તેને દક્ષિણ-પશ્ચીમ તરફ ઝુકાવ છે. સિસ્ટમ પશ્ચીમ ઉતર પશ્ચીમ તરફ ગતિ કરશે અને મોટા ભાગે મધ્ય પશ્ચીમ મધ્યપ્રદેશ બાજુ રહેશે.
ચોમાસુ ધરી પંજાબ, દિલ્હી, ગ્વાલિયર, જારસુગુડા થઇને લો પ્રેસર સિસ્ટમ સુધી લંબાઇ છે અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધીનો વ્યાપ છે. જે 0.9 કિલોમીટરની ઉંચાઇએ છે. ચોમાસુ ધરીનો પશ્ચીમ છેડો આવતા બે દિવસ દક્ષિણ તરફ જશે. આ દરમ્યાન છેડો નોર્મલથી દક્ષિણ તરફ આવશે આ જ રીતે પૂર્વ છેડો નોર્મલથી દક્ષિણ બાજુએ છે અને ત્યાં જ રહેવાની શકયતા છે.
30 મે સુધી ચોમાસુ ધરીના બંને છેડા નોર્મલ પોઝીશનથી દક્ષિણ તરફ જ રહેવાની શકયતા છે અને તેના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો સર્જાયા છે. તેઓએ કહ્યું કે 28-29 ઓગષ્ટ રાજયમાં વરસાદની કોઇ શકયતા નથી પરંતુ 30 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બર દરમ્યાન વરસાદનો રાઉન્ડ આવી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તથા તેને લાગુ રાજસ્થાન તથા મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં હળવો, મધ્યમ, ભારે અને કયાંક અતિભારે વરસાદ થઇ શકે છે. આગાહીના સમયમાં બે થી ત્રણ ઇંચ વરસાદ શકય છે. જયારે અતિભારે વરસાદના વિસ્તારોમાં છ ઇંચ કે તેથી વધુ વરસાદ થઇ શકે છે.સૌરાષ્ટ્રમાં હળવો, મધ્યમ, ભારે વરસાદ શકય છે અને કયાંય અતિભારે વરસાદ થઇ શકે છે.આગાહીના સમયમાં એક થી બે ઇંચ અને અતિભારેના સંજોગોમાં 5 ઇંચથી વધુ વરસાદ થવાની શકયતા છે.
કચ્છમાં પશ્ચીમ અને પૂર્વ ભાગ તથા તેને લાગુ ઉત્તર ગુજરાતમાં આગાહીના સમયગાળામાં એક થી બે ઇંચ વરસાદ થવાની શકયતા છે. તેઓએ એવી ચોખવટ કરી હતી કે આ વરસાદ ચોમાસુ ધરી આધારીત હોવાથી આજે માત્ર પ્રાથમિક અંદાજ આપવામાં આવ્યો છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)