



વલસાડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને અધિકારીઓ સાથે દોસ્તી કરવાની જ નહીં એવી સલાહ આપીને ટકોર કરતાં પૂછ્યું હતું કે ‘દોસ્તી કરાય કે ના કરાય? તો દોસ્તી કરશો? જો દોસ્તી હોય તો તોડી નાખજો.’
ગઈ કાલે વલસાડ વિધાનસભા પ્રશિક્ષણ વર્ગ, પેજ પ્રમુખ કાર્ડ વિતરણ તેમ જ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના સન્માનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતમાં અધિકારીઓ કામ નહીં કરતા હોવાની અને તેમનું સાંભળતા નહીં હોવાની ફરિયાદ બીજેપીના ઘણા આગેવાનો અગાઉ કરી ચૂક્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)