ગુજરાત : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદિત નિવેદન
Aastha Magazine
ગુજરાત : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદિત નિવેદન
ગુજરાત

ગુજરાત : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદિત નિવેદન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવાદન આપતા જણાવ્યું હતું કે આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો, મારા શબ્દોને નોંધી લો, જે પણ લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત કરી રહ્યા છે. આવું ત્યાં સુધી છે જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા કે ના બંધારણ બચશે, બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે એટલું જ નહીં નીતિન પટેલે વધુમાં કહ્યું કે હું બધા વિષે વાત કરી રહ્યો નથી, મારે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, લાખો મુસલમાનો દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. આમ અંતે નીતિન પટેલે ઉઠતા વિવાદના વંટોળને ઠારવા નિવેદન બાદ ફેરવી તોડી નિવેદનને લઈ સ્પષ્ટતા પણ કરી હતી..
જાણો તેમના નિવેદનના મુખ્ય બિંદુ

– નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું ધર્મસભા માં સંબોધન
– દુનિયાભર ના રાક્ષસો ગઝનવી, ખીલજી કે અંગ્રેજો હોય તેમના સેંકડો આક્રમણો ને પૂર્વજોએ સહન કર્યું

– જે અત્યાચાર થયા છે તેને આપણે જાણીએ છીએ

– આતંકીઓ અને રાક્ષસો ના આક્રમણ છતાં રીત રિવાજો ધર્મ ને બદલી ન શક્યા

– દુનિયા માં ખ્રિસ્તી દેશો પર આતંક મચાવે છે હુમલા કરે તો રોકી શકતા નથી

– આતંકીઓ જે કામ કરી રહ્યા છે તેનો ભૂતકાળ જોયેલો છે

– રાક્ષસો રાક્ષસો ને મારી રહ્યા છે, અફઘાનિસ્તાન માં થયેલા હુમલા સંદર્ભે નીતિન પટેલ નું નિવેદન

– કાબુલ મા થયેલા ગઈ કાલે બૉમ્બ વિસ્ફોટ મામલે ડે સીએમનું નિવેદન

– આ બધા રાક્ષકો અંદરો અંદરો જ લડી ને પૂરા થઈ જવાના

– ગઈ કાલે આપણે બૉમ્બ વિસ્ફોટ થયો તેમાં જોઈ લીધું

– આપણે ક્યાં ઈરાન ગયા હતા આપણે ક્યાં ત્યાં ભારત માતા કિ જય બોલવા ગયા હતા – અદરો અંદર લડી ને આ લોકો પુરા થઈ જવાના – આપણે વસુદેવ કુટુંબકમ કહીએ છીએ એ લોકો એમ કહે છે કે આપડા સિવાય બીજો કોઈ ધર્મ ન હોવો જોઈએ – દેશ માં હિંદુઓ ની બહુમતી છે ત્યાં સુધી બંધારણ અને બિન સંપ્રદાયિકતા ની વાત કરશે – હિંદુઓ ની સંખ્યા ઘટી ત્યારે કોઈ કોર્ટ કચેરી, બંધારણ નહિ હોય બધું દાટી દેશે – બધાની વાત નથી કરતો, હજારો મુસ્લિમો પોલીસ અને આર્મી છે જે લોકો નથી માનતા એમના માટે છે – સોશિયલ મીડિયા આવ્યું અને નખ્ખોદ ગયું બધું જોઈને લોકો શીખે છે – લવ જેહાદ અમે નામ નથી આપ્યુ લોકોએ કહ્યુ છે – લવ જેહાદ પર નિતિન પટેલનુ નિવેદન – કહેવાતા લોકો હાઇકોર્ટ મા લવ જેહાદ સામે રીટ દાખલ કરે છે – મારે એમને પૂછવું છે કે જો તમારી દીકરી સામે આવું થાય તો પછી તમે રીટ દાખલ કરશો

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે મોટા ફેરફારો, અધિકારીઓની થશે બદલી

aasthamagazine

ગુજરાતમાં 2 વર્ષમાં મહિલાઓ પરના હુમલામાં ત્રણ ગણો વધારો

aasthamagazine

ઇવનિંગ ન્યૂઝ – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 16/02/2022

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 04/02/2022

aasthamagazine

મોરારી બાપૂએ રૂપિયા 25 લાખનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અર્પણ કર્યુ

aasthamagazine

Talk With Ankitbhai Bhatt & Vivekbhai Joshi – Laxya Career Academy -02/02/2022 | Aasthamagazine.news

aasthamagazine

Leave a Comment