



રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ સાથેજ ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી ભવનનું ખાતમૂર્હત પણ કરાયું છે. આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની જન્મ ભૂમિ ચોટીલામાં મેઘાણી સ્મારક મ્યુઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડની ફાળવણી કરી છે.વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તેમણે ઉમેર્યું કે, મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)