



રાજયમાં કોરોના સંક્રમણની શકયતા જોતાં સરકારે એક તાકીદના નિર્ણયમાં મહારાષ્ટ્ર અને કેરળમાંથી, આવતા મુસાફરોને રેલવે સ્ટેશન સહિતના એન્ટ્રી પોઇન્ટ પર તાત્કાલીક ટેસ્ટ કરવા તથા તેઓએ વેકસીન લીધી છે કે નહી તેની ખાત્રી કરવા ખાસ આદેશ આપ્યા છે અને તેના પગલે આજે અમદાવાદ રેલવે સ્ટેશને આ પ્રકારની ટેસ્ટીંગ અને વેકસીન સર્ટીફીકેટની ચકાસણી શરૂ થઇ ગઇ છે.
દેશમાં આ બંને રાજયો કોરોનાના કુલ કેસમાં 70 થી 80 ટકા જેટલા પોઝીટીવ ધરાવે છે અને છેલ્લા એક સપ્તાહમાં સતત આ બંને રાજયોમાં કેસ વધતા રહ્યા છે જેના કારણે મહારાષ્ટ્ર અને મુંબઇ સાથે ગુજરાતનો જે ખાસ નાતો છે તે જોતાં સંક્રમણ ફરી રાજયમાં પ્રવેશે તેવો ભય છે. ઉપરાંત કેરળ સહિતના પ્રવાસીઓ પણ આવે છે. તે જોતાં હવે રાજય સરકારે બંને રાજયોમાંથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ અને વેકસીન સર્ટીફીકેટ ફરજીયાત બનાવ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Tourists from Maharashtra and Kerala will be tested for corona