



ગુજરાતમાં હિન્દુ સહિત તમામ ધર્મની બહેન-દીકરીઓને સુરક્ષિત કરવા માટે અને દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરનાર જેહાદી તત્ત્વોને નાથવા માટે અમે લવ જેહાદનું કાયદારૂપી શસ્ત્ર રાજકીય દૃઢ ઇચ્છાશક્તિના પરિણામે ઉગામ્યું હતું. લવ જેહાદ રોકવાના કાયદા તરીકે ઓળખાતા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના સુધારાની કેટલીક કલમોના અમલીકરણ પર ગુજરાત હાઈ કોર્ટે તાજેતરમાં વચગાળાનો સ્ટે ફરમાવ્યો હતો. આ હુકમને ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
ગુજરાતના કાયદા રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં હિન્દુ સહિત તમામ ધર્મની બહેન-દીકરીઓને સુરક્ષિત કરવા માટે અને દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરનાર જેહાદી તત્ત્વોને નાથવા માટે અમે લવ જેહાદનું કાયદારૂપી શસ્ત્ર રાજકીય દૃઢ ઇચ્છાશક્તિના પરિણામે ઉગામ્યું હતું.
કેટલાંક વિરોધી તત્ત્વોએ આ કાયદાનું ખોટું અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈ કોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાતા આ મનાઈ હુકમને ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમમાં પડકારવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
We will challenge the stay on the law of love jihad in the Supreme Court: Government of Gujarat