



આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(JeM) ભારતમાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યુ છે. સુરક્ષા એજન્સીઓ માહિતી આપી છે કે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના જૈશ-એ-મોહમ્મતના લગભગ 100 સભ્યોને જેલમાંથી મુક્ત કર્યા છે. જે પાછા આતંકી સંગઠનમાં શામેલ થઈ ગયા છે અને ભારતમાં આતંકી હુમલાની યોજના કરી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં. જૈશનો પહેલો ટાર્ગેટ જમ્મુ અને કાશ્મીર છે.
સુરક્ષા એજન્સીઓને જૈશના પ્રમુખ મસૂદ અઝહર વિશે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ એક સોશિયલ મીડિયા પોસ્ટ મળી છે જે અફઘાનિસ્તાનની જીત બાદ જમ્મુ કાશ્મીરમાં હુમલા માટે કેડરોને તૈયાર કરવા માટે પ્રેરિત કરે છે. સુરક્ષા એજન્સીના એક અધિકારીએ કહ્યુ કે, ‘આતંકવાદી સંગઠન દ્વારા નિયંત્રિત સંસ્થાનોમાં, ગયા સપ્તાહે સભ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે જે જમ્મુ કાશ્મીરમાં હુમલાની યોજનાની આસપાસ ઘૂમે છે.’
સુરક્ષા એજન્સીએ ઈનપુટ આપ્યા છે કે જૈશ-એ-મોહમ્મદ અને તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓ પહેલા જ ભારત પર હુમલાને લઈને બેઠક કરી ચૂક્યા છે. જેઈએમને ભારતને ટાર્ગેટ કરવા અને પોતાની આતંકી ગતિવિધિઓને પૂરી કરવામાં બધા સમર્થનનો ભરોસો આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમથી પાકિસ્તાની બળોનુ પણ પ્રોત્સાહન વધશે. જે આતંકવાદીઓની ઘૂસણખોરીમાં મદદ કરે છે.
ભારતીય સુરક્ષાબળોએ આ વર્ષે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં ઘણા જૈશ-એ-મોહમ્મદના કેડરોનો ખાતમો કરી દીધો છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ કહ્યુ કે જૈશ-એ-મોહમ્મદના બે મુખ્ય પાકિસ્તાની કમાન્ડર, મોહમ્મદ ઈસ્માઈલ અને અબ્દુલ રાશિદ ગાઝીએ 31 જુલાઈ 2021ના રોજ પુલવામાના ત્રાલ ક્ષેત્રના હંગલમર્ગ જંગલમાં એક અથડામણમાં માર્યા ગયા હતા. આ બંને 14 ફેબ્રુઆરી, 2019ના પુલવામા આતંકી હુમલા પાછના માસ્ટર માઈન્ડ હતી. વળી, રાષ્ટ્રીય તપાસ એજન્સીની હિટલિસ્ટમાં પણ હતા.
રિપોર્ટ મુજબ મોહમ્મદ ઈસ્માઈલ અને અબ્દુલ રાશિદ ગાઝી ભારત પર કરવામાં આવેલ ઘણા હુમલામાં શામેલ હતા. બંનેએ મળીને ઘણા સ્થાનિક યુવાનોને કાશ્મીર ઘાટીમાં જૈશ-એ-મોહમ્મદમાં ભરતી કર્યા હતા.