There is no good news coming about the rains in the near future
Aastha Magazine
There is no good news coming about the rains in the near future
ગુજરાત

આગામી સમયમાં વરસાદને લઈને પણ કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા

આગામી સમયમાં વરસાદને લઈને પણ કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. હવામાન વિભાગે આગામી દિવસોમાં નહીંવત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એક તરફ ઓછો વરસાદ અને બીજી તરફ જળાશયોમાં ખુટતો પાણીનો જથ્થો મોટી મુશ્કેલી બની શકે છે.આગામી 4 દિવસ વરસાદની સંભાવના નહીંવત
રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન વરસાદની સંભાવના નથી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદની સંભાવના છે. માઠા સમાચાર એ છે કે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. આગામી 30 અને 31 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વર્ષી શકે છે.હજુ 48 ટકા વરસાદની ઘટ રાજ્યમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો હજુ 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા હવે ખેતીને મોટા નુકસાનની સંભાવના છે. બીજી તરફ સૌથી મોટી વાત એ છે હવામાન વિભાગે કહ્યું છે કે સપ્ટેમ્બરનો વરસાદ પણ આ ઘટ પુરી નહીં કરી શકે.જળ સંકટના એંધાણ વરસાદ ખેંચાતા સરકારે પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને ખેડુતોને પાણી આપવાની સરકારે જાહેરાત કરી છે. બીજી તરફ હવે સરદાર સરોવર સહિતના ગુજરાતના જળાશયોમં પણ પાણીની સ્થિતી સારી નથી. જો કે સરકારે આશ્વાસન આપ્યુ છે કે હાલ નર્મદા ડેમમાં આગામી વર્ષ દરમિયાન પીવાના પાણીનો પુરતો જથ્થો છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
There is no good news coming about the rains in the near future

Related posts

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/01/2022

aasthamagazine

માસ્ક પહેરો અને સોશ્યિલડિસ્ટન્સ જાળવો આસ્થા મેગઝીન ની – અપીલ. | 10/01/2022 | Aasthamagazine.News

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 29/01/2022

aasthamagazine

ગુજરાતમાં 41 ટકા વરસાદની ઘટ

aasthamagazine

મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

aasthamagazine

આજના ન્યૂઝ બુલેટિન – આસ્થા મેગઝીન ન્યૂઝ Dt : 22/03/2022

aasthamagazine

Leave a Comment